મારી કથા માં
ક્યાં લખ્યું મેં ,
શમા સળગતી રહે
' ને
પતંગ દૂર થી તરફડે ?
આ કેવી મહેફિલ ?
સૂરાહી ભરી ઉભી સાકી
પણ મળે ના કોઈ દિવાનો ,
જામ નો પિનારો ?
ન્હોતું લખ્યું મેં કથા માં
કે
મટી જાય મંઝિલ મુરાદો ની ,
'ને રહી જાય વાત મઝારો ની !
પણ હઠુ ના એમ હું ,
હટાવ ઘૂંઘટ ,
કરું ના જ્યાં સુધી દર્શન તારું ,
રહેશે મારુ , જીવન ખારું ;
રહેવા દે , સાકી
નથી મારા ખયાલો
તારા જામ ને કાબિલ ;
હવે ઢળી છે શામ ,
સંભળાવ એક ગીત - વિદાય ,
સૂવા ચાલ્યો , શ્યામ તારો
======================
Posted : 06 Oct 2021
Translated : 15 May 2021
Hindi : 19 May 2016
No comments:
Post a Comment