પૂરી થઇ વાતો ,
બચ્યા છે ફક્ત શ્વાસો ,
ના ધડકન
ના તડપન ,
સંભળાય છે એક સન્નાટો ;
શું તારે કૈં કહેવું છે ?
હું તો મારી વાતો માં થી
ઊંચો આવતો નથી ,
કહાની તો તારી પણ છે !
પૂછવા યોગ્ય
નથી કોઈ સવાલ બાકી ,
આપવા લાયક
નથી કોઈ જવાબ બાકી,
રહ્યો બાકી , ફક્ત સન્નાટો ;
હતો હું એક કાચી દિવાલ ,
થઇ ઉધ્ધત
ભરતી ને રોકવા ધાર્યું !
દિદાર તારો દેખી ,
આભ ને
કાંધ પર ઉપાડવા ધાર્યું !
દિવાલ તૂટી ,
ભરભર ભુક્કો થઇ ,
રેતી રહી ;
માનો
સમય ના સમંદર ની ઝીલી થપાટો ,
જિંદગી ની દિવાલ તૂટી ,
વર્ષો થયા ચૂર ચૂર ,
દિવસો ,
'ને પછી , કલાકો ની રેતી રહી !
પછી આભ ના વાદળો સુધી ,
ચક્રવાત થઇ , એ રેત ઉડી ,
કોને ખબર ,
ક્યાં પહોંચી , ક્યારે ઉતરશે
================
Posted : 26 Nov 2021
Translated : 09 June 2021
Hindi : 28 May 1988