Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Thursday, 30 December 1982

શિશિર માં વસંત ?________________________________________________________________________________

ફરી ફરી ઉઠે પ્રશ્ન ,
પ્રિયા ,
છે જે આરાધ્ય
શું નહિ બને કદી સાધ્ય  ?

પ્રતિમા જો પથ્થર ની હોય
તો
મારી કવિતા ના ફૂલ અડ્તાજ
પ્રાણ પાંગરે  ;

પણ જે જીવંત છે
તેને કેમ કરી બોલતી કરું ?

હવે ક્યાં સુધી
વાયદા ની વસમી યાદો લઇ ને ,
શિશિર માં વસંત ને
શોધતો ફરૂં  ?

જેવી તારી
તેવી મારી ,
કાળી ડીબાંગ રાત માં
રહી રહી ઉઠે છે
પ્રશ્ન

_________________________________________________________________________________Thursday, 23 December 1982

ક્યાં ક્યાં મને તું ગોતે !________________________________________________________________________________
મને કદીક તો
લાડ થી બોલાવ
બેજુબાં  !

ફાવે તે , ગમે તે , મને
કહે ,

     " બનફૂલ , બદમાશ , બદ્સૂરત  -
       કૈં પણ  "

મને ક્યારેક તો
લડકપન થી ખેલાવ
ખૂબસૂરત ,

" ઘર - ઘર " રમતાં
તું જો બને ઢીંગલી ,
તો
ઢીંગલો બનવા હું તૈયાર  :

રમવું જો તારે સંતાકૂકડી
બંધ કરી દે આંખલડી  ;

પછી કહું જયારે ,

      "  આવ ગોતવા "

મળે ના તારો મિતવા  !

ખૂણે ખાંચરે
કબાટ પછીતે
પલંગ નીચે ,
ક્યાં ક્યાં મને તું ગોતે !

પણ તારા ઉરના
પાલવ પાછળ
હું છૂપાયો  !

_________________________________________________________________________________
Saturday, 11 December 1982

મળ્યો જયારે તને_________________________________________________________________________________
આ તમન્નાઓને
ક્યાં સુધી સાચવું
પ્રિયા  ?

જો તને શરમ નો ભાર
તો મને પણ
ઊર્મિઓની આ ગઠરિયા
હવે સહી નથી જાતી  ;

મૌન ને પણ ક્યારેક
વિસામો જોશે ને  ?

પ્રથમ પહેલાં
તારી આંખ માં
પ્રેમ ના શબદ વાંચ્યા
ત્યારે શું ખબર ,
તું છો
ભાવિ ની નદી નો
સામો કિનારો  !

તને યાદ છે  ?

ગરુડ ની પાંખ થી
ઉતરી ,
હું મળ્યો જયારે
તને સૌ પ્રથમ ,
ત્યારે
એ મિલન માણવા
દુનિયા એ કર્યું હતું કામ બંધ  !

તેં તો સૌ અફસોસ ને
હૃદય ના ક્યાં ખૂણે
ધરબી દીધાં છે  !

મારા અફસોસ નો અનલ
મને
ધીમે ધીમે ભરખી રહ્યો છે  ;

હવે ક્યાં સુધી
પ્રિયા ,
વિરહ ની વસમી જૂદાઇ  ?

ઘડી બેઘડી માં
મારે તો હવે
પકડવી રહી
વાટ " વન " ની

_________________________________________________________________________________

Wednesday, 7 April 1982

તારી ઓઢણી નો સાફો પહેરી_________________________________________________________________________________
બારીમાં થી ડોકિયું કરી
તે કહ્યું ,

"  મારે તારા કવિત વાંચવા છે ",

બારી માં થી કેમ વાંચીશ ?
લોહની જાળી માં થી કેમ વાંચીશ ?

મારા એકદંડિયા મહેલ ના દરવાજા
ખૂલ્લાં છે ,
ગીત ગાવાં હોય તો ,
ચાલી આવ અંદર ;

'ને
તારી જો હોય
મજબૂરી કોઈ  ,
તો હું બહાર ચાલ્યો આવું ;

તારી ઓઢણી નો સાફો પહેરી
મારા ગીત તને સંભળાવું .

________________________________________________________________________________


Monday, 5 April 1982

સાંજને બારણે__________________________________________
મારા અજંપાની રાતનો
કેમ જાણે અંત આવે ના !

કામનાં બોજ માં
દિવસ ક્યારે ઉગ્યો ,
           ક્યારે આથમ્યો ,
કશું ભાન ના -

પણ સાંજને બારણે ઉભો રહી
આભમાં આંખ માંડું
ત્યાં પાલવ તારો ભાળું ;

સાત રંગી ચૂંદડી તો હટી જાય
પણ તારી કાળી
કંચૂકી ના આભલાં ગણતા ગણતા ,

મારા સંતાપ ની રાતનો
કેમેય કરતાં
અંત આવે ના !
-----------------------------------------------------------------

05  April   1982

__________________________________________Sunday, 4 April 1982

સાગરથી શું શરમાતી ?
_________________________________________________________________________________
સાગર પટ
વિરાટ તટ ,

માણસ ને જોવાં માણસ ઉમટ્યા
હું જાઉં મહેરામણ ને મળવા ;

દરિયો મારો દોસ્ત
અસ્સલ મારા જેવો ;

અગાધ ઉરમાં
અકથ્ય વાતો લઈને
ધરતીને ઢંઢોળે ,

પણ ધરતી તદ્દન તારા જેવી
મૌન ધરી મરકાતી ,
સાંભળવી જો વાત ગમે તો
સાગરથી શું શરમાતી ?

_________________________________________________________________________________


Saturday, 3 April 1982

ડોલી ઉઠી છે મઝધાર કસ્તી

________________________________________________________________________________
હજુ
કહેવા જેવી ઘણી વાત બાકી છે
રસિલી ;

ભરવા જેવી ઘણી બાથ બાકી છે
શર્મિલી  !

ભલે છલકી જાય ,
જામ જીવન નો
સાકી ,

કો'ને ખબર કેટલી રાત બાકી છે  !

મદહોશ હું --
સુધા ની શું જરૂર છે  ?

સુરા તારા નયન ની મેં પીધી ,
બેહોશ હું  !

મને ડૂબવા દે,
કિનારા પ્રેમ ના ,
ના મારા નસીબે ;

ડોલી ઉઠી છે મઝધાર કસ્તી

ગરજતાં ગમો  ના સમંદર ,

મને
તૂટવા દે  !

_________________________________________________________________________________

Thursday, 1 April 1982

લાવારસ નો અનંગ_________________________________________________________________________________
પચાસ વર્ષ માં
હવે જયારે
પંદર માસ બાકી છે ,

ત્યારે
જીવન ના સરવાળે
શૂન્ય તો નહિ નીકળે  ?

અને હવે
પચાસ ની પછીતે
જૂનું ગણિત છોડી ,

New Math લેવાની
હિંમત નથી  !

ઠાંશી ઠાંશી ને
તેં જ તો , મારા મનમાં
ભરાવ્યું છે કે

જીવન નો નથી
કોઈ,
વિકલ્પ બીજો  !

તો પછી
પાછલી પરોઢે
સ્વપ્ન નો અંચળો ઓઢી
તું શું કામ આવે  ?

તારા શેષ પ્રશ્ન ના જવાબ
હું શું આપું  ?

હું તો
જ્વાળામુખી ના શૃંગ ને
ચૂમી ચુક્યો છું  ;

મારે અંગ અંગ
લાવારસ નો અનંગ
ઘૂમી ચુક્યો છે  ;

મને વૈશાખ નો વાયરો
શું દઝાડે  ?

હું તો પાનખર માં જન્મી
જૂનો થયો છું  !

હું તો ઝાંઝવા નું જળ
પ્રિયા ,

વહેલી સવારે
દુર્વા ના તણખલે થી સરકી
તારા પગ ને ચૂમતા
ઝાકળ બિંદુ નું ભાગ્ય
મને ક્યાંથી  ?

--------------------------------------------


 Utmal Factory Campus / Kansbahal

01 April, 1982

_________________________________________________________________________________

Friday, 12 February 1982

થઇ મેઘ છાઉ__________________________________________
એવું કદીક ચાહું ,

તારા મન ના વેરાન વ્યોમે
થઇ મેઘ છાઉ  ;

વાચાવિહીન
તારી અગણિત ઉર્મીઓ ની
ફોરમ મને સ્પર્શે છે  ;

બંધ તોડી
વહેવા અસ્ખલિત
મારા હૃદય ના વારિ
તરસે છે  ;

કેવા આશ્લેષ ની છે
મને અભિલાષા ,
શું મેં તને કહ્યું છે  ?

ધરા ના ઊંડાણ ને
ભીંજાવતા મેઘ ના જેવી
મારી આશા  .

-----------------------------------------------------------

Original Gujarati /  12  Feb  1982
Hindi Translation /  29  June  2015


------------------------------------------

अक्सर ए भी चाहता हूँ ,

तुम्हारे मनके 
बिन - बादल आभमे 
मेघ बन छा जाऊ  !

तुम्हारे अनंत अफ़साने को  
तुम बयां न कर पायी 
तो क्या हुआ ?

इनकी खुशबू 
मेरे रोम रोम में छायी  !

बहे तो कैसे बहे 
मेरे ह्रदय के अरमान ?

" इसे बाँध कर रख  "
तुम्हारा ही था फरमान  !

क्या मैंने कभी कहा 
क्या चाहता हूँ  ?

तुम्हे बाँहो में जकड़ कर 
कुछ साँस लेना 
चाहता हूँ  ?


हैं एक  आश 
समज सको तो समजो ;


तुम्हारे हृदयकी गहराई तक 
पहुँच कर 
तुम्हारे अस्तित्व को 
भिगानेकी 
हैं एक 
आखरी  अभिलाष