Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Friday, 30 August 2013

હું કાળ છું_________________________________________________________________________________

મારો અવાજ રૂંધાય છે

મારી કલ્પનાઓ મને પૂકારે છે
એ અગમ્ય સ્વર નો પ્રતિકાર કરવા ની મારામાં શક્તિ નથી

અને આ વાસ્તવિકતા  ,

એ મને મૃત્યુ પછી પણ નહિ છોડે  !

શાને માટે જીવવું એ સમજાતું નથી

" આજ " ને હું ગુમાવી ચૂક્યો છું
" આવતી કાલ " મારી હશે એમ હું કેમ કહી શકું  ?

જીવન નું ધ્યેય શું છે  ?
કોણ જાણે  ?

પ્રવૃત્તિ નો અર્થ શું છે  ?
અંત શું છે ?
મૃત્યુ ને ભેટવા નો  ?

ના , ના ,
એ કેમ બને  ?

આ મહા - પ્રવાહ કઈ તરફ ધસે છે , એ મને ખબર નથી !
કોઈને ખબર નથી  !

એ ક્યાંથી આવે છે એ પણ કોને ખબર છે  ?

એને જ પૂછી જોઈએ  .....


" અરે , તું કોણ છો  ? "

....  હું કાળ છું
      અનંત અને અનાદિ

      હું પ્રકૃતિ નો પ્રાણ છું
      હું શાશ્વત ચેતન છું

      હું મહા સંગીત છું -
      ઘૂઘવતા પૂર માં ,
      પંખી ના સૂર માં

      માનવ કલશોર માં પણ
      હું વિલસું છું

      શક્તિ નો
      હું ધ્યોતક છું  ;
      પ્રકાશ ને પ્રપાત માં ,
      અનિલ માં ને અનલ માં ,
      જલ માં અને સ્થલ માં ;

      હું સર્વ ની આખરી ગતિ છું  ;

      હું જ જીવન
      અને મૃત્યુ છું

     પ્રવૃત્તિ ની હું ગતિ છું
     અને
     નિવૃત્તિ ની સ્તિથી છું


------------------------------------

14  Feb  1952
     

ધૂર્જટી - તાંડવ_________________________________________________________________________________
પ્રકૃતિ હે ,

     તને પામવા ની
     સૃજન જૂની પ્રબળ
     એ ઝંખનાઓ ,

     આવે બની
     આંધી તણી ,
     ભવ્ય કલ્પનાઓ  ;


     આભે ચડી
     રજની તણી કાલીમા વિદારી ,
     સીમા બંધો ઉલ્લંઘી ,
     અંશુ કેરી પાંખો પ્રસારી ,
     અનંત - કૂખે
     ખેલવા ની  ;

     સાગર તરંગે
     નૈયા રમાડી
     સમીર સાથ ખેલંતા ,
     કદીક પ્રમત્ત અબ્ધિ તણાં ઘોર ગર્જને

            થાકી હલેસે
            ક્ષિતિજ ને સ્પર્શવા ની  ;

ઝંઝા બની ને
પ્રલય - આઘાત ધરીને
વિશીર્ણ
ધરતી અંકે વિરાટે ,
એ રૌદ્ર રૂપે
 
          ધૂર્જટી - તાંડવ નર્તવાની ;

અને કો 'દી ,

ગિરી - ગવ્હરે ,
મૃદંગ ના ઘેરાં નીનાદો જગાવી ,
પૃથ્વી ઉરે , પદ - ઠોકરે ,
સ્પંદન રચાવી ,
ભૂકંપો સર્જવાની  ;

પરંતુ જયારે ,
તવ  શક્તિ એ ,
ધરી સોહે
સંધ્યા તણાં સપ્તરંગ કાયે ,
માનવી ની પરિમિત પ્રજ્ઞા ,
ઝૂકે તને ,

હે કલ્યાણમયી  !29  Aug  1951
         

ઝાકળ ના બિંદૂ_________________________________________________________________________________
મોગરા ની ખીલતી
કળી પર રહેલા ,
ઝાકળ ના બિંદૂ માં ,
તું છો  ;

તું કોઈ
અગમ્ય સ્વરૂપે ,
સર્વવ્યાપી છો  ;

માનવ શક્તિ થી
અપરાજિત
ઉન્નત  ;

તારી અસ્પર્શ્યતા માં જ
તારી મહત્તા છે
તે ભૂલીશ નહિ

----------------------------

31  July  1950

ગુલામી નો શ્વાસ
_________________________________________________________________________________
નિર્દોષતા ,

જેને ગુમાવતા જ
હું જીવન નું સૌન્દર્ય ,
કદાચ
જીવન જ ,
ગુમાવી બેઠો છું  !

તે કદી ,
પાછી ફરશે ખરી  ?

હું
નિષ્પ્રાણ પૂતળું છું  ;

સ્વાતંત્ર્ય ના મસ્ત પવન માં
હું
ગૂંગળાઈ મરું છું ,

ગુલામી નો શ્વાસ ઘૂંટી ,
જીવન ટકાવી રાખવા માં
મને આનંદ આવે છે  !

-------------------

29  July  1950

પેટ ની ભૂખ_________________________________________________________________________________
આ અધોગતિ રોકવી જ પડશે
અને એકજ માર્ગે  ;

આજ ના સમાજ નો નાશ કરી ,
નૂતન સમાજ નું સર્જન  ;

એ નૂતન સમાજ , આ દૈન્ય ના સૈન્ય ને રોકશે

ત્યાં પેટ ની ભૂખ ,
પ્રથમ સંતોષાશે ,
જે આજે ,
અસંખ્ય ભૂખો ની સ્રષ્ટા બની છે  !

એ નૂતન સમાજ ની રચના ના પાયા માં ,

પહેલો પથ્થર માનવતા
'ને
બીજો પથ્થર સમાનતા
બની રહેશે

એ સમાજ
માનવ જાત ને
પ્રગતિ ને પંથે દોરશે

-----------------------------------------------

25  Dec  1949

--------------------

UPA II should give me credit for laying down the foundation of the Food Security Act - some 64 years ago  ! !  

આપણે પ્રગતિ નથી કરી !
_________________________________________________________________________________
આપણે પ્રગતિ કરી છે  ?

આ પ્રશ્ન સાથેજ , માનસ પરથી , ત્રણ ચિત્રપટ પસાર થાય છે  :

>    જુઓ ,

      માનવ કુળ નો પ્રથમ પુરુષ , પેટ ની ભૂખ સંતોષવા , પ્રાણીઓ નો શિકાર કરતો , ઝનૂન થી લડતો નજરે પડે છે


>   મધ્ય કાલીન યુગ ચક્ષુ સમક્ષ તરે છે

     સામ્રાજ્યો ના ઉદય અને અસ્ત

     માં ધરતી ની છાતી માં , રક્ત તરસી તલવારો થી લીટા તાણી , સીમાઓ ના બંધનો બંધાય છે


>    અને દેખો ,

     લોકશાહી નો જમાનો કૂચ કદમ કરી રહ્યો છે

     પેટ ની ભૂખ સાથે સત્તા ની , ધન ની અને બીજી અનેક ભૂખો નું લશ્કર આગળ ધસી રહ્યું છે

     તેનો ક્યાંય અંત નથી  !


આ સૈન્ય નો પ્રતિકાર કરવા ને બદલે , આપણે તેને આવકાર્યું છે  -   વધારે સુંદર સાધનો થી

આપણે પ્રગતિ નથી કરી  !

----------------------------------------------------------

24 Dec 1949

તન્મયતા_________________________________________________________________________________
દિપ અને પતંગ ,

પ્રેમ નું
એ મૂર્તિમંત સ્વરૂપ છે  ;

દિપક ,
હૈયા ના સુપ્ત ભાવો ને
જગવે છે ,

અને પતંગ ,
દીપમય બની જાય છે  ;

ત્યાં ,
હું અને તું ની તન્મયતા ,
પ્રેમ નું રૂપ
ધારે છે

-------------------

23  Dec  1949

સમય_________________________________________________________________________________
સમય ચાલ્યો જ જાય છે ,

દૂર
અને દૂર  ;

અનંત ની ગોદ માં
એ સમાઈ જાય છે  ;

છતાં એનો
અસ્ખલિત પ્રવાહ ,
અગમ્યતા માં થી
ચાલ્યો જ આવે છે  !

-------------------------

22  Dec  1949

-------------------

I find some uncanny parallel with current TV serial ,

" Through the Worm Hole with Morgan Freeman "  !  

નિ : સિમ વેદના
_________________________________________________________________________________
આપણી સંસ્કૃતિ ના વિઘાતક આપણે જ છીએ,
રાંક ના આંસુ
ક્યાં સુધી
આપણાં પગ ધોશે  ?

આપણે પોતે
માનવી નથી રહ્યાં  ,
ને
બીજા ને પણ
રહેવા દીધા નથી  ;

જેમને આપણે
પશુ ગણી
હડધૂત કર્યા છે ,

રોટી ના ટુકડા માટે ટળવળતા
જેમની ઉપર ,
આપણે
પાશવી અત્યાચારો
ગુજાર્યા છે ,

જેમના લોહી ને આપણે
ઘૂંટડે ઘૂંટડે
પીધા છે ,

તેમના આંસુઓ
'ને
તેમાં રહેલી નિ : સિમ વેદના ,
આપણે રોમેરોમ
સળગી ઉઠ્જો

--------------------------

21  Dec  1949 

મૃત્યુ નો ભય
_________________________________________________________________________________
ભાવિ ની ભીતર માં શું છે  ?
કોણ જાણે છે  ?

એ અજ્ઞાનતા નો ખ્યાલ
આપણને ,
કદી ભય પમાડતો નથી  ;

મૃત્યુ પછી શું છે  ?
તે પણ
આપણે જાણતા નથી  ;

તો પછી ,
મૃત્યુ નો ભય શા માટે  ?

--------------------------

20  Dec  1949

સાચો પરાજય
_________________________________________________________________________________
વિજય
માનવી ને મહાન બનાવી શકે ,
પરંતુ પરાજય ,
માનવી ને
કોઈ કાળે ક્ષુદ્ર બનાવી શકે નહિ  ;

જેમનો આત્મા
અપરાજિત છે ,
તેમને માટે બાહ્ય પરાજયો ,
કંઈ જ નથી  !

વિજય ની આશા થી વિમુખ થવું
એજ
માનવી નો સાચો પરાજય છે

----------------------------------

19  Dec  1949

અભય મંત્ર
_________________________________________________________________________________
નાં , કદી  નહિ ,
આત્મા નો આવાઝ
કદી નહિ કચડાય ,

અભય ના એ મંત્ર સાથે
તન્મય બની રહું

પછી કોઈ
શૃંખલાઓ જકડી નહિ શકે ;

નિશ્ચેતન માં એ
ચેતન પૂરશે ,

પત્થ્હર માં
પ્રાણ પ્રગટાવશે

ધ્યેય માર્ગ નો

પથદર્શક બની રહેશે

--------------------------

18  Dec  1949

જોઈએ છે પુરુષાર્થ

પ્રગતિ ના માર્ગ માં
અડચણો ની શરૂઆત
થઇ ચૂકી છે  ;

ભલે  !

સંકટો નો સામનો કર્યા સિવાય ,
ધ્યેય પ્રાપ્તિ
નથી જ થવાની  !

પ્રચંડ શક્તિ સાથે
ઘૂમી વળતા ઝંઝાવાતો માં ,
અડગ રહેશે ,
તેજ તો
આગળ વધી શકશે  !

માર્ગ
કાંટાઓ થી છવાયેલો છે
અને
મંઝીલ સ્પષ્ટ છે ;

બસ ફક્ત
જોઈએ છે
પુરુષાર્થ

------------

17  Dec  1949

Thursday, 29 August 2013

અગમ નિદ્રા

જીવન નું ધ્યેય શું હોઈ શકે  ?

સુંદરતમ મૃત્યુ  :

કેવી અગમ છે એ નિદ્રા ?

પછી તો કોઈ
જગાડશે નહિ  !

બસ એજ
બીજું કંઈ નહિ ,

પણ

સુંદરતમ  !

--------------------

16 Dec 1949

અંધકાર છો રહ્યો_________________________________________________________________________________
સંધ્યા ખીલી ઉઠી છે
જાણે
આભ માં
રંગોની છોળો
ઉડી રહી છે  ;

એકલવાયા પંખીઓ નાં ચિત્કાર
હૈયા ના
અતલ ઉંડાણ માં
ગૂંજી રહે છે  ;

નિ : રવતા ઘેરી રહી છે ;

ભલે  !

શબ્દ ની કંઈ જરૂર નથી ,
'ને
પ્રકાશ ની પણ શું જરૂર છે  ?

અંધકાર છો રહ્યો

---------------

15  Dec  1949 

ચિનગારી_________________________________________________________________________________
જીવન સંગીત ની સમાન સૂરાવલી બની રહેવાનો ,
શું સૌ ને અધિકાર નથી  ?

એ અધિકાર ને કચડી નાખનારાઓ માટે ,
કયામત નાં દિન
હવે દૂર નથી  ;

અસંતોષ નો ઝંઝા
એમને
હમેશ ને માટે
જગત ની આંખો થી
દૂર કરશે  !

જીવન ના ઉષ - કાળ થી જ
માનવી નાં હૈયા માં ,
જન્મેલી એ ભાવના ને ,
કોઈ પણ ઐહીક બળો
કુંઠિત કરી શકશે નહિ  ;

ચિનગારી ચંપાઈ ગઈ છે

હવે તો

સમય નો સવાલ છે  !

--------------------------------------

14 Dec 1949

------------------

Far more true today in 2013 than in 1949 !

ચેતન નું ગીત
_________________________________________________________________________________
જીવન શું છે ?

શા માટે છે  ?

એ સ્વપ્ન નથી  ;
એ ,
ચેતન નું પ્રગ્નાતિત
ગીત છે  ;

અગમ્ય
છતાં
અતિ સુંદર  ;

એની અખંડિતતા શું તૂટશે  ?

---------------------------------

13  Dec  1949

પ્રભુ નિશ્ચેતન સૃષ્ટિ માં નથી ?
_________________________________________________________________________________
શક્તિ વિના સર્જન  ?

કદાપી સંભવી નાં શકે  ;

ધરતી નાં પટ પર
જીવન ને લહેરાવનાર શક્તિ ને
આપણે
પ્રભુ કહીએ છે  ;

કોઈ કહે છે ,
પ્રભુ
જીવન નાં વિકાસ માં વિલસી રહ્યો છે ;

તો શું ,
પ્રભુ નિશ્ચેતન સૃષ્ટિ માં નથી  ?

નિ : શંક  છે  ;

એ અગમ્ય શક્તિ ,
નિશ્ચેતન સૃષ્ટિ ના
અણુ એ અણુ માં સૂતી છે  ;

યુગો જૂની
એ અભંગ નિદ્રા ,
શું ચિર -નિદ્રા હશે  ?

શું એ જાગશે  ?

જાગી ને  એ
માનવ ને " માનવ " બનાવી શકશે  ?

-------------------------------------

12  Dec  1949

-------------------

64 years later , this remind me of the search for the Higgs-Boson " God Particle " !

પરમ સત્ય
_________________________________________________________________________________
પ્રભુએ પૃથ્વી સર્જિ ,

કોઈ પૂછશે ,

"  શા માટે ? "

એ પ્રશ્ન નો ઉત્તર
હજુ સુધી
કોઈને મળ્યો નથી  !

કદાચ , મળશે પણ નહિ  !

વિશ્વ છે ,
એજ એક પરમ સત્ય છે ;

પરંતુ હજુ સુધી ,
એ સત્ય ને કોઈ
પામી શક્યું નથી  !

અને તેથી
ઈશ્વર ને પણ ,
કોઈ
પામી શકશે નહિ  !

------------------------------------------

11  Dec  1949

અજેય ઉન્મત
_________________________________________________________________________________
ભાવી ને
હું જાણતો નથી  ,

ભૂતકાળ તરફ દ્રષ્ટિપાત કરવાની
ઈચ્છા નથી  ;

કાળ નાં
અપ્રતીવિધેય પ્રવાહ ની સાથે
હું વહીશ  ;

જીવન
પ્રચંડ ઝંઝા બની રહેશે ,
અજેય
ઉન્મત  ;

સૃજન - જૂના બંધનો
તૂટી જાવ  !

'ને
એ વિછિન્ન સમાજ પરથી
માનવતા નો ,
અસ્ખલિત પ્રવાહ
વહી રહેશે

--------------------------------

10  Dec  1949 

મેઘ - વૃષ્ટિ
_________________________________________________________________________________
બજે છે ,
ઘોર ગંભીર ,
મૃદંગ વ્યોમે  ;

    ધ્રુજે છે
    કંદરાઓ ,

    ઉન્મત બની
    મોરલાઓ
    ટહુકે કુંજમાં ;

ઉપવને વળી મધુકરો
કરે ગુંજન અનેરું
પ્રણય ના પૂર કેરું  ;


      વર્ષા તણા પછડાટ કેરા ,
      ખીણે ઉઠે
      પડઘાં અનેરા  ;

કંપે કરાડો
નદી ને પહાડો ;

       ધરતી ધ્રુજે
       ભૂકંપે હઝારો ;

ઝરણાં તણા
ઉઠે પ્રપાતો ,
અવ્નીપટ
પ્રલય સમીર વીંઝે  ;

       વીજ ચમકે ગગન - ગોખલે ,
       જળ કુંભ ભર્યા
       મેઘ - મંડળે  ;

અથડાય અભ્રો ,
તૂટે અખૂટ વારિ - બંધો  ;

        કરે ગગને ગર્જન
        મેઘ - વૃષ્ટિ ,
        ઉઠે પ્રકોપિત
        ઝંઝા રૂઠી  ;

મૃત આત્મ જાગે ;

વર્ષા તણા કો પ્રેમસાદે
ધરે ઉર સ્પંદન ;

અગમ સૂર સુણી વીણા ના ,
કરે પ્રાણ નર્તન

--------------------------------

21  Nov  1948

કૃતાન્ત કાલ
_________________________________________________________________________________
અંધકાર ,

     અંધકાર  ;

વિશ્વ ને ઝબોળે
કાજળ ભર્યા રસ મહી ;

ચાદર બિછાવે અનેરી ,
અવની પરે  ;

કૃતાન્ત કાલ શો તું  ?
ન શું તું ,
સૌમ્ય સ્વરૂપ  ?

દીસે બહુરૂપ ધારી ,
માયા
ઘેરી પ્રસારી

------------------------------

Dec  1948

ગગને દળ વાદળ
_________________________________________________________________________________
ઘનઘોર ઘટા નભ ઉર ચઢે ,
ને
વાદળ ઘેરાં છવાઈ રહે ,
વ્યોમિની આભ મહી ચમકે  ;


      વિરહી જન પ્રેમ મહી જ ઝૂરે
      જ્યાં
      ડુંગરે મત્ત મયુર ટહુકે ;


વજ્ર સહસ્ર જ સાથ તૂટે ,
ધ્રુજે અવનિ આઘાત ધરી
ગગને દળ વાદળ ગરજી રહે  ;


       ધરતી પર પ્રાણ સીંચે વર્ષા  ;
       રુદ્ર ઉઠે
       નિદ્રા ભગ્ન બની ,
       અવનિ ઉર તાંડવ નૃત્ય રમે  ;


માઝા મૂકે અબ્ધિ મત્ત બની ,
સાગર હેલી જો આભે અડી ,

નાવિક સાથ નૌકા જ ડૂબી  !

------------------------------

20  Sept  1948

Wednesday, 28 August 2013

શશી - નિશા
_________________________________________________________________________________
અસ્તાચલે રવિદેવ જાતા
સાગર મહી , જઈ  છૂપાતા

સંધ્યા ધરે
સપ્ત રંગ કાયે ,
અવની તણે ઉર
એ ઝીલાયે  ;

રાત્રિ તણા ઘોર તિમિર વીંધી
નિશાનીધી ક્ષિતિજે  જણાયે ,

ચંદ્રિકા સુભગ સ્મિત વેરે
શ્વેત મુખ ધીમેજ મલકે  ;

ઇશાન થી
મંદ સમીર રેલે
કુસુમો તણી
સૌરભ ત્યાંજ મહેકે ,

ધીમે ધીમે ,
શશી આભે પ્રકાશે
શશી ને નિહાળી
કંઈ તરંગ નાચે  ;

આખર શશી
નિશીથે જ ડૂબે
સોહાગ રાત્રિ
પરિપૂર્ણ થાયે

---------------------

14 Sept  1948 / Bhavanagar 
------------------------------------------------

Hindi Transliteration / 11 Oct 2016

------------------------------------------------------
अस्त होने चला ,
सूरज 
सागर में छूपने चला ;

संध्या के सात रंग 
अवनि के दामन को 
चूमने चला ;

रातके  तिमिर  घोर 
विदारने  ,
चन्दा  चला ;हंस रही है चांदनी ,
न जाने क्यों 
मलकती है चांदनी  !


आहिस्ते आहिस्ते 
आ रही है ईशान से 
समीर की 
लहर  ,

ला रही है गुलोंकी 
महक  कुछ  मदभरी ,


धीमे , बहुत धीमे 
उठ रहा ऊपर आभमे 
चांद ,
सागर की तरंगो को 
चूमता है चांद 

फिर उषा आएगी 
शम्मा बुज़ जाएगी 
सोहाग रात किसीकी 
अधूरी ही 
रहे जाएगी  !જીવન ગીત ગાઉં
_________________________________________________________________________________
અનંત આભે વિસ્તરતા ,
ઓ તારકો ,

મનુજ પ્રગતિ નાં
ઓ , મૂક સાક્ષીઓ ,
મલકતાં તમે શાને  ?

અગમ્ય ને આરે સૂતેલા ,
ઓ , પ્રકૃતિ દૂતો ,
મનુ તણી
પ્રજ્ઞા ને હસતા ,
શા ગીત ગાઓ  ?

ગગન ને ગોખલે ખેલતા ,
ઓ , ચીર - પ્રવાસી ,
જીવન યાત્રા તણો
શું અંત નાં  ?

ક્ષણ વિરમ્શો  ?

તિમિર માં વિલીન થાતી
ઓ , મહા ઉલ્કાઓ ,
રડું નાં હું
તમ મૃત્યુ ને ,

જીવન ગીત ગાઉં

-------------------------------

13  May  1949


ગાંધર્વ કન્યા
_________________________________________________________________________________
સંધ્યા તણાં
ઓ , શ્રાંત પથિકો ,
આ રૂપ ને આ રંગ કેવા  ?

હેલે ચઢ્યા જો સાગર તરંગો ,
'ને
સૌમ્ય રૂપે
આ ગર્જનો  શા  !

મરુભોમ કો ની ,
પર તપ્ત રેણુ ,
અભ્રો તણી ,
વણઝાર શું આ  ?

કે ,

હિમાચ્છાદિત શૃંગો ગિરી નાં
પર વસે કો ગાંધર્વ  કન્યા,
લઇ જવા મુજ પ્રેમ પત્ર
મલય ની પાંખે ચડી ,
ઉડો તમે શું ,

વાદળો  ?

-------------------------------

1948  

પંથે અકેલા
_________________________________________________________________________________
ઘૂમે ચલો  ,

    ઘૂમે  ચલો  ,

        ઘૂમે ચલો   !


ક્ષિતિજો તણી
સીમા ઉલંઘી ,
ખોલવા
અગમ નાં દ્વાર ,

પંથે અકેલા ,

     છો રહી પંથે અકેલા ,
     ખેલવા
     ધરતી અંકે વિરાટે ,


ઘૂમે ચલો ,

    ઘૂમેચલો

--------------------------------------

26  June  1950

અમાસ નાં અંધાર
_________________________________________________________________________________
આવે , આવે
અમાસ નાં અંધાર
આવે  ;

જયારે
સૂર્ય ડૂબે પશ્ચિમ ને આકાશ ,
ત્યારે
સંધ્યા ને આથમતે અંજવાસ ,

પેલી રજની રે ,

લઇ તારલિયા ને સાથ ,
આવે

--------------------

1951

અભિસારી બની ?
_________________________________________________________________________________
અલી , સંધ્યા સુસ્મિતે ,

     જ્યારે પશ્ચિમ-આકાશે
     છાયા ઢળે
     તારી ધીરે ,


આભ ગૌર બની ,
સપ્ત રંગ ધરી ,
ઝૂકે પૃથ્વી તીરે  ;


ઓ , લજ્જામયી ,


    આરક્ત ભાલે તવ
    બિંદૂ બની ,
    રહે શુક્ર શોભી ,

કઈ વિહગો તણી
તુજ કંઠે ,
અરી  !
માળા સરી   ;


તરંગી અયિ ,

     વન પુષ્પો તણા ,
     પાયે નૂપુર પ્હેરી
     નાચી રહી ,

અભ્ર ગૂંથી આજે
કટીમેખા ધરી,

અભિસારી બની  ?

--------------------

13  Dec  1949 

માર્ગ કોણ દાખવશે ?
_________________________________________________________________________________
જીવન સરિતા નાં અર્ધ વ્હેણે
મુજ નાવડું નાનું ,
શું ડોલે  ?

પથદર્શક જ્યોતિ વિના ,
માર્ગ કોણ દાખવશે  ?

-------------------------------

21  May  1949

હે , પીનાક્પાણી
_________________________________________________________________________________

હે , ત્રિલોચન  ;

અગન નૃત્ય અપૂર્વ
તમે જગાવો ,
સંહાર નાં તાંડવ તણા
ડમરૂ બજાવો ,
ધરતી ઉરે  ;

રચો તમે ,
માનવ - સંહાર સ્રષ્ટા ,
પ્રલય નાં ,
સમર ગીતો અનેરા ,
અગમ્ય સૂરે  ;

પદ - ઠોકરે ધ્રુજાવો ,
હે , પીનાક્પાણી ,
દિગંત ને ,

સૂણાવી ધીર ગંભીર વાણી
ઉન્નત શિરે  ;

વિષધર વિરાટ ,

તમ સંહાર જ્વાલા
થજો ભલે ,
જગત ની મૃત્યુ માલા ,
વિશીર્ણ કંઠે

----------------------

13  Sept  1949

ઓ , સૂરો
_________________________________________________________________________________
આવો , આવો , આવો ,
ઇશાન નાં સમીરે ઝૂલન્તા ,
ઓ , સૂરો
આવો  ;

નવપલ્લવિત વસુધા ને કરવા ,
મનુજ - હૃદય માં
ચેતન પૂરવા ,

અનીલ ને અશ્વે ખેલન્તા ,
આવો , આવો  , આવો

-----------------------------

June 1949

પ્રલય - સંગિની_________________________________________________________________________________

વિદ્ધ્યુલ્લેખા ,

નિબિડ નિશીથે ચમકતી ,
ગગન તણા ગુંબજ માં ,
પલક્તી ,

ઓ , ગગનગામિની  ;

અભ્ર દુર્ગ થી લપકતી ,
ક્ષીતીતલ ચૂમતી ,
ભૂમંડળ
દિક્પાલ ધ્રુજ્વ્તી ,

ઓ ,
પ્રલય - સંગિની

------------------------------

12  July  1949

રશ્મિ હે
_________________________________________________________________________________
નભ મંડળે પ્રજ્વલિત
તેજપુંજ ,

નિશા પ્રણમે ધીમે ,
તિમિર ના
અગમ નર્તન તણા ,
નુપૂર ઝંકારો શમે  ;


હે , મેઘાન્વિત વ્યોમેશ ,

ઘનઘોર રાત્રે ,
તારક તણી સૃષ્ટિ વિદારી
પ્રકાશ નાં સૃજન કીધા  ;

ઓ , અન્શુમાલીન ,

સ્વપ્ન સાગર ને તીર થી ,
મનુજ નાં સુષુપ્ત પ્રાણો જગાવ્યા  ;

રશ્મિ હે ,

અનંત ગગને ,
અનસ્ત તારા
અસહ્ય અંશુ
ઘૂમે વિશ્વ સઘળું ,

ઝૂકે નિશા ધીમે

-------------------------------

30  Aug  1949

ગિરી ગર્વ - ઉન્નત_________________________________________________________________________________

ગિરી શૃંગ સૌમ્ય ,

દૂરથી દીસે , ગિરી શૃંગ સૌમ્ય ,
મૃદુ આવરણે છૂપેલી ભીષણતા
હૈયું ધ્રુજાવે  ;

તું કરાલ કાલ ,

મૃત્યુ તણા , ઓ અચૂક પ્રેષક ,
જીવન સંગીત , તુજ ખડક ખડકે
ગુંજી ઉઠે  છે ;

ગિરી ગર્વ - ઉન્નત ,

ઘન આચ્છાદિત તવ રમ્ય શિખરે
વ્યોમે વીચરંત
વિહગો તણી ,
પંક્તિઓ વિરામે  ;

ક્ષિતિ-ધર અજય્ય ,

નતમસ્તકે તુજ પાદ પાસે
માનવ ઉભો ,
વિરાટ ની ઝાંખી કરાવે અટ્ટહાસ્ય તારું
ભૂલાવી આતમને

--------------------------------------

07 July  1949

Tuesday, 27 August 2013

સ્વર નો સમ્રાટ_________________________________________________________________________________

આવ્યો એ એક દિન આવ્યો ,
આવ્યો એ એક દિન આવ્યો ,

કોનો લાડીલો એ આવ્યો ?
સ્વર નો સમ્રાટ ક્યાંથી આવ્યો  ?

ઝરણાં થી આવ્યો ,
સાગર થી આવ્યો ,
ધરતી નો સાદ સંભળાવિયો  ;

સૌ નો લાડકવાયો ,

શાને તે આવ્યો  ?
શું શું સાથે લેતો આવ્યો  ?

પરિમલ - પુષ્પો ની
સૌરભ ફેલાવવા ,
આવ્યો એ સ્વર ને રેલાવવા ;

ધરતી ના ગૂઢ ગાન ગાવા એ આવ્યો ,
સ્વર થી
મૃત ને જગાડવા એ આવ્યો  ;

જીવન જલાવી ને ,
મ્રત્યુ ઝળકાવી ને ,

તારક

અંધકાર માં સમાયો

---------------------------------------

મેઘાણી મામા ની સ્મૃતિ માં

27 Mar 1947 / 12 Aug 1948

કરાળ રાત્રિ_________________________________________________________________________________
સ્તબ્ધ રાત્રિ ,
કાળ રાત્રિ ,
કરાળ રાત્રિ  ;

દૂરે ખડું સ્મશાન  ;

ચિતા મહી
અંગાર જલે
'ને
રુદન કરે
નરનાર

---------------------

07 Dec 1948

અગ્નિ રથ_________________________________________________________________________________
કરાળ કાળ
મુખ વિશાળ ,
બાળ
ઝાળ ,
કરત ધશે  ;

સહસ્રાગ્ની જ્વાળાઓ
ઉદર મહી ભભૂકે
બળ વરાળ પર નભે ;

આગે ધસંત ,
પીછે નવ હઠંત ,

નવ કંઇ દીસે ,
નદી , નાળ
પહાડ , કંદરા ;

વને
કમર કસે ,

નદીએ પૂલ પર ધસે ,

ભૂતળ ફોડી નીકળે
ખીણો મહી
જઈ  વસે ;

તું અગ્નિ રથ-----------------------------------

on train to Keshod
April 1948 

વાદળો વસે_________________________________________________________________________________
શુભ્ર આકાશે ,
વાદળો વસે ;

એ વાદળો મહી
કંઈ સૃષ્ટિ ઓ હશે

નવ ત્યાં હશે
સૂર્ય તણી કઠોરતા ,

પણ હશે જરૂર
ચંદ્ર તણી સુકુમારતા

નવ ત્યાં હશે
દૂ:ખો કેરા આક્રંદ

પણ હશે ત્યાં
સુખે વિચરતા મુકુન્દ

કુસુમો તણી
કોમળતા હશે ત્યાં

કંટકો તણી વેદના નવ હશે ;

શુભ્ર આકાશે
કંઈ સૃષ્ટિઓ હશે,

બાલ - મુકુન્દોએ રચેલી
કંઈ
કલ્પનાઓ વસે

----------------------------

On train to Keshod
April 1948

આવ્યું પંખીડું_________________________________________________________________________________

પેલું આવ્યું
એક આવ્યું ,

આવ્યું પંખીડું ;

આવી ને એણે
ગગન ગજાવિયું
ગીત એક ,
પ્યારું પ્યારું ગાયું  ;

ક્યાંથી તું આવ્યું  ?
શાને કાજે આવ્યું  ?

શાને તેં
ગગન ગજાવિયું  ?

દૂર થી આવું છું
આશ એક લાવું છું
અંતર અભિલાષા ગાઉં છું  ;

પેલું ચાલ્યું ,
એક ચાલ્યું ,

પંખીડું આવ્યું ને ચાલ્યું ;

ગીત નાં એ થંભ્યા
પડઘા ના શમ્યા ,
ગાતું , ગજાવતું
ચાલ્યું

--------------------

1944

ઉષા ની વાદળી_________________________________________________________________________________

પેલી ઉષા ની વાદળી
દૂર થી આવી
'ને
તેજ થી પ્રકાશતી
ચાલી ગઈ  ;

સૂર્ય ની સવારી માં
નાચતી
કૂદતી ,
વહેલી વધામણી
એતો લાવી  ;

દિવા પ્રગટાવતી
કુમકુમ થી રંગતી ,
ઉમંગ ભર્યે હૈયે
કૈંક
કહેતી ગઈ

-----------------

1944 

જીવન - ધારા_________________________________________________________________________________
ચાલી જાય
   ચાલી જાય
      ચાલી જાય ,

વાદળ દળ ની હાર
ચાલી જાય ;

કૈંક સંદેશા દેતી જાય
ચાલી જાય ,
વણઝારા ની પોઠ પેઠે
ચાલી જાય  ;

જીવન - ધારા
અખૂટ એક રેલાય
એકજ પંથે ,
એકજ કાજે
ચાલી જાય  ;

બહુવિધ રંગે
રંગાતી એ જાય
સપ્ત રંગી ધનુષ
રચાય ;

એકજ પંથે
એકજ કાજે
એતો
ચાલી જાય

----------------------------

1945 

અંતર સંદેશ_________________________________________________________________________________
ઓ પેલું પંખીડું ઉડ્યું જાય
એનું મન
સાગર પે દોડી જાય  ;

શું શું હશે
એના અંતર ઉમળકા  ?

આવી ને દોડ્યું જાય  ;

પંખીડા આવ ,
મુજ મન ને બતાવ ,
તારા અંતર ઉમળકા ગા  ;

આવી ને અહીં
તારા સૂર ને ખીલાવ
તારો અંતર સંદેશ
સંભળાવ  ;

-------------------------------

04 Apr 1945 

માનવ - પ્રાણ_________________________________________________________________________________
ચડીયા વંટોળ આજે શાના  ?

ક્યાંથી ઉઠી
પ્રચંડ જ્વાલા ?

માનવ હૃદયે આજ
મુક્તિ તણી ઝંખના ;

આજે પ્રગટી
અંતર ની આશા  ;

યુગ યુગ ના અંતરે થી
માનવ સંસ્કૃતિ તટે થી ,
આજે
માનવ - પ્રાણ જાગ્યાં  ;

ભૂતપૂર્વ પડદે થી ,
સ્મરણ થી ,
કર્મ થી ,
આજે એ કાર્ય સૌ
જણાયા  ;

પૂર્વજ ની સુવર્ણ કીર્તિ
આજે
અમ હૃદય વસી ,
આજે વિશ્વ માં
કરશું વિશેષ

---------------------------------

30  Apr  1946


તું આથમી જા !_________________________________________________________________________________
તું ડૂબી જા  !

અસ્તાચળ ના હે રવિ ,
તું ડૂબી જા  ;

તારા રક્ત ની લાલિમા થી
તેં સંધ્યા ને સીંચી છે ;

તારા મ્રત્યુ નું ગાણું
એ સંધ્યા મુખે સાંભળવા ને પણ ,
તું આથમી જા  !

હે વ્યોમેશ ,

રત્નાકર નાં ઉછળતા તરંગો ને
તારું કફન બનાવી ,
તું
અચિર નિદ્રા માં પોઢી જા ;

હે ગગનેશ ,

તારા સ્વપ્નો માં
સાગર નું ગર્જન
સંગીત બની રેલશે

--------------------------------

02  Jan  1955

તું ક્યાં છુપાઈ છો ?_________________________________________________________________________________

હે નીલ ગગન નાં પથિક ,

સંધ્યા નાં ઉર પર માથું ઢાળી
તું આવતી કાલ નાં ખ્વાબ માં ડૂબી ગયો છે ;

હું આ પૃથ્વી નો મુસાફિર છું ,
પર્વતો , નદીઓ , મહા સાગરો ના
હૈયાં ખુન્દતો મારો માર્ગ
મારી રાહ જોઈ રહ્યો છે ;

એ માર્ગ ને છેડે ,
ભણકારા થી ચમકતી ,
આતુર નયને ,
કોઈ સંધ્યા ,
મારી પ્રતિક્ષા કરી રહી છે  ;

હે સ્વપ્ન ,

તારી પાંખો પર બેસાડી
મને ત્યાં લઇ જા ,
જ્યાંથી આવતા સૂરે ,
મને વ્યાકૂળ બનાવી દીધો છે ;

મારી સંધ્યા મને માગે છે ,
શોધે છે ;

એના ગીત ની લય માં ,
હું વિલય નહિ થાઉં ત્યાં સુધી ,
મારા હૈયા માં ભભૂકતો આ ,
વૈશ્વાનર નહિ શમે  ;

સંધ્યા , સંધ્યા  !
તારા સૂરે મને
પાગલ બનાવી દીધો છે ;

તું ક્યાં છુપાઈ છો  ?

--------------------------


14  Jan  1955

Tuesday, 20 August 2013

તો માનું તારો પા'ડ_________________________________________________________________________________
આજે
દાલ ના ભાલ ને ચૂમવા
વરુણે મોકલ્યા વાદળાં  -

પણ આજે હું બનું
આધૂનિક યક્ષ
'ને
વાયરા ને કહું ,

      " અલ્યા , ઓતરાદા ,
        ચિનાર ને પાંદડે લખ્યો
        પ્રેમ પત્ર જે ,
        સોંપ્યો મેં વર્ષા ના વાદળ ને ,

        આજે ઉડાડ એને
        દખણાદી દિશા માં ,
        મારી પ્રિયા ને પહોંચાડ ,
        તો માનું
        તારો પા'ડ  "

_________________________________________________________________________________


Saturday, 17 August 2013

સહારે સહારે
_________________________________________________________________________________

વિષાદ ના સાગરે ,
સ્મૃતિ નાવ ને
સહારે સહારે ,

હું સહું
હુંકાર ,
મહાકાલ ના
લલકાર  ,

'ને ચહું
અધૂરી સફર ના સાથી ને

--------------------------

1958
_________________________________________________________________________________સુરભિ !_________________________________________________________________________________
સુરભિ ,

સુંદર એક સવારે ,
પ્યારી જો તું લાગે ,
કહું તને ,

સુરભિ  !

અને રહું બસ નિરખી
મંત્રમુગ્ધ શો ,
શુધબુધ ખો

--------------

1959

_________________________________________________________________________________


હું ભિખારી_________________________________________________________________________________
હે પ્રભો ,
શક્તિ દે  ;

કસોટી આકરી આદરી
રંક ની  ;

તૂટેલા શકોરા મહી
દીધી શેં ભાખરી
પંકની  ?

હું ભિખારી ,
ધરાં શૈયે
જર્જરિત વેષ ધારી

------------------------

1958

_________________________________________________________________________________


Monday, 12 August 2013

ઉપહાસ ના ગાણા

ઉપહાસ ના ગાણા


_________________________________________________________________________________
હતી જો કરવી નહિ ,
જીવન ની આ વિડંબના ,

ન'તા જો ગાવા ક્રૂર
ઉપહાસ ના ગાણા ,

અને ના રાચવું જો હતું
મૃત્યુ ની મહેફિલો માં ,

તો , દેવ હે ,

દીધાં શાને ,
હસ્તે મુખે ,
જીવન ના દાન ગરવાં  ?

રચી મહેલો ગગન ને ચૂમતાં , ઊંચા ;
હતાં જો છીનવી લેવા , રંક ની ઝુંપડી ના
તેજ 'ને વાયુ ધીમા  ;

ઝૂલાવી માત ની છાતી એ સોનલા કણસલા ,
ભૂખે જો મારવા ' તા , બાળુડા માં વિહોણા ,

પ્રભો હે !
દીધી શેં , ઊર્મિ તંતે રચેલી હૃદય વિણા  ?

-----------------------------------

21 Sep 1954

_________________________________________________________________________________


સોણલાં સ્મરે_________________________________________________________________________________
મને ગમે
આ ઋતુ વર્ષા ,

શ્રાવણે
સોણલાં સ્મરે
સરવડે સજેલી પ્રીત ના .

-----------------------------------

06 Sep 1959

_________________________________________________________________________________


કવિતા તોફાની_________________________________________________________________________________
તું બને ઉષા પૂરવ ની
કે
પ્રતિચી તણી સંધ્યા ,

કદીક ચંદ્રિકા પૂનમ ની
તિમિર રાણી અમાવાસ્યે  ,

રહી સદા કવિ હૈયે
કવિતા તોફાની .

_________________________________________________________________________________


હતી જે ઝંખના______________________________________________________
થાકું છું હવે હું ,
હે પ્રિયે ,

પુકારી પડ્યો છે તને ,
શોષ કંઠે ,

ખૂટ્યા અશ્રુ ,
રહ્યા ટમટમી નેન ના ,
દીવડાં તેજહીન  ;

હતી જે ઝંખના ,
પ્રિયા ,

વિસામી તુજ ઉરે હૈયું મારું ,
અષાઢી મેઘ ને અનિલ ઝંઝા તણાં
સુર ઝીલવા ,

'ને
હિંચાવી નૌકા તરંગે ,
ગુમાવી આત્મ ને
તુજ આશ્લેષે પ્રગાઢે ,

અતલ જળ રાશિ ના ગંભીર સાદે ,
લઇ જવા પ્રાણ ને મારા ,
અનંત ની પેલે પાર  ;

નથી તે મૃત્યુ પામી

રહેશે સદીપ્ત જ્યોત ઉરની ,
ઈધન તેના અખૂટ .

-----------------------------------------------------------------------------------------------------------

Champaign-Urbana ( University of Illinois )

16 Nov 1955

-----------------------------------------------------------


Hindi Transliteration / 16  Oct  2016

-----------------------------------------------------------------------------------------------------------------

अब थक गया हूँ 
प्रिये  !

गला सूखा मेरा 
पुकार के तुम्हे 
बार , बार ;बाकी रहे ना अश्क ,

बुझने चले 
चराग आंखोके  :

एक आरज़ू थी , प्रिये  :

शिर टेक कर मेरा 
दामन पे तेरा ,
झेलना था ,
मेघ और आंधियो का मेला ;


कहाँ है वो 
समंदर के तरंगो पे नाचती नाव  ?


कहाँ है वो 
तुम्हारे बांहो से मुझे 
बांधती माला  ?कब ले चलोगी 
मेरे प्राण को 
अनंत की उसपार  ?

मेरी आरज़ूओ के 
चराग तो 
अब भी जल रहे है  !Sunday, 11 August 2013

ભણકાર ગાજે
_________________________________________________________________________________
અશાન્ત આજે ,
અધીરું , અધૂરું
મન ક્લાન્ત આજે  ;

પ્રિયા નુપૂર ઝંકાર ના
ભણકાર ગાજે ,
આ સમી સાંજે .

-------------------------
09  Feb  1960

_________________________________________________________________________________


ભૂલ્યો શું કોલ તારા_______________________________________________________________________________

ભૂમિ આ સ્વપ્ન ની મારા ,
કહી રહી હવે  :

     " છોડ મનવા ,
       ક્યાં સુધી રહીશ જકડી ,
       જીવન ને પીંજરા માં  ?

      ભૂલ્યો શું કોલ તારા
      દીધા જે અર્ધ રાતી ,

      ચમકતા આભલા માં
      પરોવી આંખ રાતી ,

      કહ્યું'તુ તેં ,


      હે પ્રિયે ,
      છે તારલા સાક્ષી ,
 
      રજની આ આપણાં મધુ મિલન ની ,
      સોહાગ રાત્રિ  . "
----------------------------------------------------

Lawrence  /  04 Mar 1956

_________________________________________________________________________________


રહ્યાં કંકરો_________________________________________________________________________________
કદી હું સરી  જાઉં છું ,

દઈ ડૂબકી હૃદય જલ તલ  માં ,
 અંધાર ભેદી શોધવા ,
રહ્યાં કંકરો ;

જ્યાં વહ્યા'તા
અતીત ના રમ્ય ઝરણો
નાદ કિલકીલે .

--------------------------------------

Lawrence  /  21 Mar 1956

_________________________________________________________________________________Hindi Transliteration /  21  March  2017

--------------------------------------------------------------------------------------------------

कर निनाद कलकल ,

--------------------------------


कभी खो जाता हूँ ,

ह्रदय की अँधेरी गहराई ओ में

गोते लगाके ढूंढता हूँ

कुछ कांकरे  :

उस अतित की वादियो में ,

जहां

कर निनाद कलकल ,

बहे थे रम्य झरने  !

-----------------------------------------

મદભરી નિર્ઝરી_________________________________________________________________________________

આજે અનિલ  માં વહી રહી
મદભરી નિર્ઝરી
વસંત ની  ;

જતાં હિમ ની ચાદર સરી
રહ્યાં ખળખળી , શા મંજરી ,
વારિ સરીત ના  ;

ઉપવને બજી બંસરી
વિરહ ની ,

મૂકી શૃંગાર અધૂરા
નિસરી ,
ચકોરી બાવરી .


-------------------------

Lawrence  /  28 Mar 1956

________________________________________________________________________________