Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Thursday, 20 December 1984

મેં તને અનુભવી નથી ?

મેં તને અનુભવી નથી 


_________________________________________________________________________________
તને યાદ કરું
પણ કેમ  ?

તારું અલગ અસ્તિત્વ
કબૂલું  ,
પણ કેમ  ?

આજે મેં તને
જોઈ નથી
સાંભળી નથી
સ્પર્શી નથી ,

પણ એમ તો નાં કહી શકું કે ,
મેં તને અનુભવી નથી  !

ઈન્દ્રીઓ ની મારે હવે શું જરૂર  ?

જયારે રોમ રોમ માં
લાવારસ
ભડકે બળે છે  ?

_________________________________________________________________________________

Tuesday, 6 November 1984

આથી વધુ શું આપું ?_________________________________________________________________________________
ઢાંકવા
તારી ઉઘાડી એબ ,
વણી મેં પછેડી મૌન ની ;

રુધિર ના તાંતણા છે ,
આંસૂ ના છાંટના પણ છે ;

અડધી રાત ને ઉન્હ્કારે
નિસાસા થી સભર આભે
ઝબોળી ,
કાળી પણ કરી છે !

ચુન્દની ગણી ઓઢીશ ને ?

નવા વર્ષ ને ઉંબરે
આથી વધુ શું આપું ?

નિ:રવ ને ઘૂંઘટે તને
તારી આબરૂ પાછી આપું .
_________________________________________________________________________________

Tuesday, 18 September 1984

તારો ચિનાર_________________________________________________________________________________
નરગીસ ,
સાંભળ -

ફરી એકવાર
શિશિર નો વાયરો વાશે ,

આ હિમાલય થી ઉતરીને
એક એક કરી ખેરવશે
ચિનાર ના લાલ - પીળા પાંદડા  -

તારો સાયબો સૂકાશે
પણ તારી આશ ના શ્વાસ થી
ફરી પાંગરશે ચિનાર  -

વસંત ને વાયરે લીલોછમ થઇ
તને લજાવશે ચિનાર  :

પણ સોળશો સત્તાવીશ ના શિશિર માં
" શાલિમાર " ને ખોળે
માથું  ઢાળી ગયો
સાયબો
જહાંની નૂર નો જે ,

તે હું
તારો ચિનાર .
-----------------------------------

Shrinagar  /   18  Sept  1984

________________________________________________________________Monday, 17 September 1984

વાલમ ની વાટછે_________________________________________________________________________________
મારા મનની વાત
તને કેમ કરી કહું ?

આજના એક દિવસની કથા તો
સૌ સાંભળશે  -
કે ,

" પહાડ ના પ્રતિબિંબ ને ઝીલતું
દાલ નું ઉર વિશાલ છે  ;
અને લીલીછમ ઓઢણી પહેરી
ધરતી ને આજે
વાલમ ની વાટછે  ",

પણ મારી કથા નથી
પચીસી ની વ્યથા છે  ;

જો એવડી પણ આશા હો ' ત  કે ,
આ હિમાલય ની ધાર પાછળ
તું મારી રાહ  જોતી બેઠી છો ,
તો
આંખ ના અજવાળા ખૂટતા પહેલા
તારો હાથ પકડવા પહોંચી જાત  -

પણ તારી - મારી ભૂલ ની દીવાલ તો
માયુશીઓ ની લક્ષ્મણ - રેખા બની
આજે જીવન - મૃત્યુ ની વાડ બની ગઈ છે ,
જેને ઓળંગવા એક ડગલું બસ છે  !

તું કોઈ ની નથી એ નિશ્વાસ માં ,
તું મારી નથી
એ નિરાશા પણ ડૂબી ગઈ છે  .

-------------------------

Shrinagar   /   17  Sept   1984

________________________________________________________________
Sunday, 16 September 1984

તારા સેંથામાં સિંદૂર________________________________________________________________________________
બગીચાના લાલ - પીળા ફૂલ ની પાછળ
અડધાં પાંદડા ખરી ગયેલા
કતારબંધ વૃક્ષ ઉભા છે  -

જાણે ડાલ સરોવરે
નવ વધુ ની જેમ
માથે મોડીઓ બાંધ્યો  :

ડાલ ના થંભી ગયેલા પાણી પર
એક શિકારો સરકે છે ,
પાછળ
મને બોલાવી બોલાવી
થાકી ગયેલા પહાડ ,
સ્તબ્ધ થઇ
સાંભળે છે ,
એક કાબર નો કલરવ  :

નાનું અમથું એક સફેદ વાદળું
પર્વત ના શિખર થી ઉંચે
સ્થિર થઇ ગયું છે  ;

મારી આંખ માં થી ઉઠતી વરાળ
જેમ તારા
વક્ષ : સ્થળ પર વરસવા
અટકી જાય છે :

વાદળું તો વરસી જશે
પણ મારું અસ્તિત્વ વિલીન થાતાં પહેલા
મારી આંખો ની ઉષ્મા
તારી છાતી ને ચૂમશે ખરી ?

ખુદા ની કસમ
આજે તું અહ્યાં હોત તો ,
આપણી આખરી આજ
અમર થઇ જાત  ;

શિકારામાં સરકતા સરકતા
ડાલ ના વારી
લાલ લાલ થઇ જાત  ;

મારા શોણિત થી ભરી દેત
તારા સેંથામાં સિંદૂર
' ને
અભાગણ માંથી તને
સુહાગણ કરી દેત  ;

તારે સર - લલાટે
ચૂમી ચોડી
સંધ્યા નું કફન
લેત ઓઢી .

-------------------------

Shrinagar  /   16  Sept   1984

________________________________________________________________


Friday, 17 August 1984

તું બહુ સરસ લાગે છે______________________________________________________
તે અહ્યાં કહ્યું એક દિન ,

" તું બહુ સરસ લાગે છે "

મેં કહ્યું ,

" તું પણ ,
  તારા ઓઠો ની મને
  તરસ લાગે છે "

---------------------------------------------

17  Aug   1984
______________________________________________________

Wednesday, 15 August 1984

શિશિર ની સાંજે__________________________________________
મેં તો તને
માનવીના હર મેળામાં ખોળી છે
અને મળી જયારે
ત્યારે ,
વાત પણ મેંજ ડોળી છે  !

ભૂલ તો કબૂલું
પણ ભૂતકાળ ને કેમ ભૂલું ?

થયું વિશીર્ણ સ્વપ્ન એક
શિશિર ની સાંજે 

------------------------------------------------------

15  Aug  1984
__________________________________________Thursday, 26 July 1984

કેમ કરી ઉડું ?_________________________________________________________________________________
આટલા બધા વર્ષો
સોના ના પીંજરા માં પૂરી
મારી પાંખ છીનવી લીધી  :

હવે પીંજરું ખોલી
બહાર ધકેલી ,
કહે છો ,

"જા , ઉડ
 ખુલ્લા આકાશમાં  " ,

કેમ કરી ઉડું  ?

આવી ક્રૂર મશ્કરી
ભગવાન !

એક દિવસ તો
માણસ ના ખોળિયા માં
પૂરાઈ જો  !
_________________________________________________________________________________


Saturday, 7 July 1984

તો હું શું કરું ?_________________________________________________________________________________
જાણું છું કે
આ ઘરમાં ,
તું
કાયમ માટે રહેવા નહિ આવી શકે ,

પણ મેં તો
જાણી જોઇને
દરવાજા તોડાવી નાખ્યા છે ,

કોને ખબર ક્યારે
તારા મનમાં ધૂન ભરાઈ આવે
' ને ,

દરવાજા વિનાના ઘરના તોરણે
બેઠેલ મોર નો
ચિત્કાર સાંભળી ,

મારી સ્મૃતિ ઓ ના પડદે
ચડેલી ધૂળ ને ખંખેરવા
તું દોડી આવે  -

તો હું શું કરું ?

તું થોડી દરવાજો ખોલું
ત્યાં સુધી ઉભી રહીશ ?

તારા આગમન ના ભણકારે
મારી હવે સાંજ પડવા આવી .


--------------------------------------------------

Madras   /   07  July , 1984

________________________________________________________________
Friday, 29 June 1984

પણ હું એમના માનું_________________________________________________________________________________
" તું મારો છે " , કહી
 કેમ અટકી ગઈ ?

જાણે કાળા ભમ્મર ઝૂલ્ફે થી
છગમગતું રેશમી છોગું
છોડી ,

મારા મોભી ને બાંધ્યું  -

પણ હું એમના માનું ,

મારી નાવમાં થવું તારે જો હમસફર ,
તો ઉરથી ઉતારી
બાંધી દે આંચલ  :

દુપટ્ટો તારો
પતવાર મારો,

પ્રેમની કશ્તિ ને
કેવો કિનારો  ?
_________________________________________________________________________________Wednesday, 27 June 1984

તું જ મારો કૃષ્ણ_________________________________________________________________________________
હજુ કેટલા જામ બાકી
સાકી ?

ઝહરના હજુ કેટલા અંજામ બાકી ?

પીતાં પીતાં અમાસ ના અંધારા ,
પચીસી પલકમાં સરી  ગઈ  :

હળાહળ ની અંજલિઓ હવે
સાગર ની છોળ બની ગઈ  :

તે મને શું નીલકંઠ માન્યો  ?

લપેટ્યો ગળે કર્મ નો સર્પ
તેથી તે મને શું
શંકર  ધાર્યો  ?

કે પછી તું છો મારી મિરા ,
જનમે જનમે ઝેર ના પ્યાલા
ઓઠે અડાડી કહે ,

" તું જ મારો કૃષ્ણ
  તુંજ પીજા "

------------------------------------------------------------------------------------------

27  June   1984

_________________________________________________________________________________


Sunday, 17 June 1984

ભીંજાવું ભિતર ને તે_________________________________________________________________________________
આજે વરુણે  કહ્યું વાદળને

" વરસી જા ,
  જા , ખંડાલાની ધાર ને ચૂમી
  સહ્યાદ્રી ની છાતી પર
  તરસી જા  "

મનને મોકળુ કરી મેહુલો વરસ્યો
ધરતી ને રીઝવવા
ખોટું ખોટું ગરજ્યો  :

ભીંજાવી ચોળી ને ,
મુઓ અટક્યો ?
ના ,

વસુંધરા નો વ્હાલો
જ્યાં ત્યાં જઈને ભટક્યો !

હું શ્યામ તારો
મેઘથી પણ સહેજ ,
વધારે
આવારો  -

મેઘ ના જાણે જે
ભીંજાવું ભિતર ને તે ,

'ને કુંભ જો તારા છલકે ,
અધરો થી ચૂસી ને તારા
ઉર ને કોરું રાખું  !

_________________________________________________________________________________
Saturday, 16 June 1984

તારા ગામમાં સાગર નથી_________________________________________________________________________________
હું ઇન્દ્ર ,
તું અલકાપુરી ની મલેકા ,

તારા ગામમાં સાગર નથી
પણ તારા ઉર માં ઉછળે જે ઉદધિ
તે હુંજ  :

મારા શહેર માં નદી નથી
કિન્તુ
મારી સ્મૃતિ માં નિરંતર વહે
તે તું સરિતા  ;

આજે બપોરે
તું આકાશ થી વાદળી વરસી
ત્યારે મારા મનનો મોગરો ખીલ્યો
અને
તનનો જાસૂદ ડોલ્યો  ;

યાદ આવી કાલ રાતની  -
તેતો આંગળી કરડી
કીધી વાત દિલની ;

તને શું ખબર
કેમ કરી ગુજારી
મેં રાત બાકી  !

------------------------------------------------------------------------------------------

16   June   1994
_________________________________________________________________________________


Thursday, 14 June 1984

ગુલમોર ના ફૂલ________________________________________
હજુ આષાઢ આવ્યો નથી ત્યાં
ગુલમોર ના ફૂલ ખલાસ થયા
મારી આંખના આંસૂ પણ  :

લાલ મટી ને લીલો થયો ગુલમોર
પણ હું તો
વૈશાખ ને વાયરે સૂકાયેલ
બાવળ નું ઠુંઠું  :

લીલી પાંદડી ને ક્યાંથી ,
કેમ કરી લાઉ  ?

------------------------------------------------------------

14  June  1984
________________________________________

Sunday, 20 May 1984

પછી મારી ભ્રમણા ?________________________________________________________________________________
મને મૂકી ને જઈશ
પણ
મન તો મૂકતી જઈશ ને  ?

હવે  રાત ની રાહે
ક્યાં સુધી ,
રેતી માં
તારા પાલવ ના પડછાયા ને
પકડ્યા કરું  ?

પાલવ ઉડ ઉડ થાય ,
મારા હાથ માં
શમણા ની રેત રહી જાય  ;

મને તેં પ્રેમ કર્યો છે
કે
પછી મારી ભ્રમણા   ?

તારા સંભારણા ના કૂબા માં
સોના ના દેવ ને પૂજે
તો માનું સાચું  ;

મારી પૂજા તો
સાવ સાદી છે  .
_________________________________________________________________________________


Tuesday, 15 May 1984

તું - હું , તું - હું , તું - હું
________________________________________________________________________________
આંગણે તારે
મારી પ્રિતનો કેસુડો તો વાવું  ;

પણ તારા જોબન ના ફાગણ નો
કસુંબલ રંગ
કેમ કરી લાઉ  ?

મારી આંખના આંસૂથી
કેસુડો કેમ મોહરે  ?

રુધિર ના રંગ વિના
કેસુડો કેમ ફોરે ?

કેસૂડાને ચૈત્ર ના તાપે તપાવ્યો
કે
કેસૂડાને વૈશાખી વાયરે દઝાડ્યો  ?

તું બળતા બપોરની કોયલ
મારા કાન માં આવી જો ટહુકે ,

"  તું - હું ,  તું - હું ,  તું - હું "

કેસુડો લાલ રંગ લાવે  -

ફાગણ થઇ આંગણ માં
સાયબો તારો આવે .
_________________________________________________________________________________Sunday, 26 February 1984

પાલખી માં વળાવી તેથી શું ?


https://youtu.be/GxJffv5_h0U

_____________________________________________________
તારો અવાજ સાંભળી આજે
ફરી આશા આવી ,
કહે ,

" તું ચિર - પુરુષ
  પ્રકૃતિ ચિર - યૌવના ,
  કરી લે પ્યાર
  કઠ - પુતલી થી  -

  કોને ખબર , ક્યારે
  અણુ માં આગ ઉઠશે ,
  ભડકશે દાવાનળ સંહાર નો ,
  સિતમ માં સાગ બળશે  -

  સેંથે કો'ક નું સિંદૂર
  ખરી જઈ ,
  રાખ ભળશે ,

  ત્યારે કોણ કોને રડશે  ?

  પાલખી માં વળાવી તેથી શું ?

  પ્રિયા તારી છે
  પ્રાણ થી પ્યારી છે ,

  ઢીંગલી ને ફરી આજે

  વ્હાલ કરજે  ."

-----------------------------------------------------------------------

26  Feb  1984
______________________________________________________Friday, 24 February 1984

મારી તો ખ્વાહિશો હજાર_________________________________________________________________________________
એક આશ માં એક ઉમ્ર વીતી
મારી તો ખ્વાહિશો હજાર  -

લખ ચોરાશી ને ફેરે
માટી નો મહેલ બાંધતા
હું નહિ થાકું,

થાકશે તારો સાગર  -

કેટલી વાર ભૂંસી નાખશે
મારી હસ્તિ ને  ?

હું તો મથું ઓળખવા
અનંત રૂપ ને મારા
અનાદિ જે , નિરાકાર
આશા વિનાનું અવિનાશી  -

એજ માટી , એજ મહેલ
એજ ઉમ્ર ની ખ્વાહિશ
અને
ખ્વાહિશ નીઉમ્ર .

-----------------------------------------------------------

24  Feb   1984

_________________________________________________________________________________


Tuesday, 14 February 1984

આવે ટાણે_________________________________________________________________________________
ગળાઈ ને આવે તડકો
શિયાળા ની બપોરે
ગુલમોર ને પાંદડે પાંદડે
ચળાઈ ને આવે તડકો -

આવે ટાણે
જો તને મળી જવાઈ તો
ભલેને
આભ - ધરતી ની ઘંટી માં
દળાઈ ને આવે તડકો !

----------------------------------------------

14  Feb  1984

_________________________________________________________________________________


તારા ઉરને ઘડુલે__________________________________________
વિચારીને થાક્યો છું  :

તું માનવ મહેરામણ નું મોતી
દરિયે નહાઈ ને નીકળી
" મિલો " ની વીનૂસ  :

જાણે આભ થી ઉતરી ને સ્વાતિ
છીપલે છૂપાઈ  -
પણ મારાથી કેમ જુદાઈ  ?

હું વરૂણ ,
સાગરનો સ્વામિ
'ને તારા મન નો કામી ,

મને રણ નું ખાબોચિયું તો નથી સમજી ને ?

તારા ઉરને ઘડુલે
ભરી જો એકવાર
મારા પ્રેમ ના પાણી ,

ઊર્વશી થઇ
બની જા  એકવાર
તારા ઇન્દ્ર ની રાણી  :

તું મૂક  -
હું વિચારી ને થાક્યો છું .

-------------------------------------------------------------------

14   Feb   1984  

-------------------------------------------------------------------

How / Where , 30 years have gone by  ?

08  Feb  2015

__________________________________________Wednesday, 1 February 1984

તું તો ના એક ભ્રમણા ?_________________________________________________________________________________
સ્વપ્નામાં
તેં કહ્યું કૈં ,
હું સમજ્યો નૈં :

સ્વપ્નું તો સિનેમા જેવું
આજ અહિં
પણ કાલ નહિ  ;

રાતભર કરેલ
તારા પ્રેમ ની વીડિઓ વિના બીજું
શું વાગોળું ?

તારા વચનો ના વાદળ વરસે નહિ
-  જાણે સાઇલેન્ટ મૂવી  !

બેઠો એકલો અંધારામાં
કેટલી વાર રિવાઇન્ડ કરું ?

શમણા , શમણા , શમણા ,
તું તો ના એક ભ્રમણા ?

_________________________________________________________________________________
Monday, 30 January 1984

તું બાપુ_________________________________________________________________________________
તું મહાત્મા ,
જીવનભર મહા યાતના વેઠનાર
આત્મા  :

જે બાળકો નો હતો તું બાપુ
અને જેના પાપ ધોવા ,
ગોડસે ની ગોળીએ
રહેંસાઈ ગયો હતો ,
તું બાપુ :

તે સૌએ નવેસર થી
ચોપડો ચીતરી,

નવા નામે ,
નવી દુકાને
" ગાંધીઆણું " કેવું જમાવ્યું છે
તે જોવા , ભલું થઇ
ભૂલો પડતો નહિ  :

બાળકો
" બેન કિન્ગ્સલેય , બેન કિન્ગ્સલેય " ને ગોકીઆરે
તારી પાછળ દોડશે  -

ત્યારે " ઇન્ટેર્વ્યું " શું આપીશ ?

----------------------------------

ગાંધી નિર્વાણ દિન / 30 Jan 1984
_________________________________________________________________________________Monday, 23 January 1984

અલખ થી અલગ________________________________________________________________________________
કાળ ના છો પૂર આવ્યા
પ્રિયા
તણાવા દે
આ તો પ્રેમ ની કશ્તિ  :

અનંત ના મહા સાગર માં
અલખ થી અલગ
અસ્તિત્વ  ક્યાંથી  ?

ના હું પ્રિતમ
ના તું સાથી .

_________________________________________________________________________________


સનાતન સરલ સુંદર

                                      https://youtu.be/c1wLVtHT6QE


______________________________________________________
એક સ્ત્રી , એક પુરુષ ,
બે સંબંધ ,

પાર્થિવ ,

તેથી જ તો
એક
શ્રુંખલા માં બંધ  :

સાગર ને પણ કિનારા થી
જકડાવું પડ્યું  -

પણ બીજો રિશ્તો નિર્બંધ  :

ઓવારા વિના ના
આભ જેવો અલૌકિક
સનાતન
સરલ
સુંદર  

---------------------------------------------------------------

23  Jan  1984
______________________________________________________

Friday, 20 January 1984

તને છે ને કબુલ ?________________________________________________________________________________
ગોખલે મનને ,
મૂકી છવિ તારી
પૂજા ચડાઉ ;

ભગત તારો ,
નામના તારા
મંજીરા લઇ ,
અલખ જગાઉ  :

જગત ને માંડવે
" મિતવા " કહી
માળા તો પહેરાવી ના શક્યો ,

હવે તારા ચરણ ચૂમવા
ચુટું હર સવારે ,
મન ની વનરાઈ થી
ફૂલ બકુલ -

તને છે ને કબુલ ?

----------------------------------------------------

20   Jan   1984

_________________________________________________________________________________Wednesday, 18 January 1984

વેચાતા મળે વાદળાં તો______________________________________________________
અનિલે અડપલું કર્યું
'ને તારી લટ ઉડી

બાકી જે રહ્યું બેહોશ કરવા ,
ઉરથી સાડી સરી  :

વેચાતા મળે વાદળાં તો
તારો પાલવ ભરી દઉં
અને ગુથું એક વેણી
મેઘધનુ ની  :

તું પ્રિયા ,
ચિર યૌવના
અને હું અનિલ
તારા ગાલ ચૂમવા
અવતરું
ફરી ફરી 

--------------------------------------------------------

18  Jan  1984
______________________________________________________

Monday, 16 January 1984

તારે હ્રીદયને ઝરુખે_________________________________________________________________________________
કોને ખબર ,
ક્યાં , કેમ કરતા , ક્યારે
મારી શામ આવશે ;

પણ જાણું આટલું જરૂર
કે
આંખ બંધ કરતા પહેલા
ઓઠ પર ,
નામ તારું આવશે :

ઘણા વર્ષો પહેલા ,
મૃત્યુ શૈયા પર
નારાયણ નું નામ લેતા
પ્રભુએ પાપીને તાર્યો ,

પણ હું છું અર્વાચીન તુલસીદાસ
શબ્દને સોપાને
ચડી જાઉં
તારે હ્રીદયને ઝરુખે ,

ને

તારું નામ જપવા ,
માંગું મોક્ષને બદલે

લખ ચોરાશી ફેરા
માનવીની કુખે
_________________________________________________________________________________Saturday, 14 January 1984

તારી પાંદડી ને ચૂમું_________________________________________________________________________________
બકુલ ને ખીલ્યા
બે ફૂલ
એક તું , એક હું :

પણ તારી ને મારી જુદી જુદી ડાળ ,

વાયરે વસંતને હું ઝૂમુ
જરા ઝુકે તું તો
તારી પાંદડી ને ચૂમું .

_________________________________________________________________________________


Friday, 13 January 1984

મારું ગીત નથી સંભળાતું ?__________________________________________
હું તો લખ્યા કરીશ,
અનાડી ની જેમ
બક્યા કરીશ :

મનમાં ને મનમાં
તારા નામની
પારાયણ જપ્યા કરીશ :

તારા કાન સુધી તો
મારો અવાજ નહિ પહોંચે ,

પણ દિવસ માં એકવાર તો જયારે
એકલતા ઘેરતી હશે
ત્યારે આંખો બંધ કરતાની સાથે
મારું ગીત નથી સંભળાતું ?
-----------------------------------------------------------
13  Jan  1984
__________________________________________

Thursday, 12 January 1984

તમે મારા વ્હાલા છો ને ?_________________________________________________________________________________
મારો હાથ પકડી
તે પૂછ્યું ,

" તમે મારા વ્હાલા છો ને ?
-  છો ને ? "

કડાકા સાથે જાણે
કાળી ડીબાંગ રાતને
વીજળીએ ચીરી નાખી !


હું પૂછી પૂછી ને થાક્યો
ત્યારે  તો તે આંખ ઢાળી દીધી હતી !

તારા સવાલ માં ,
મારા સવાલ નો જવાબ તો મળ્યો ,

મારા જવાબ માં
તને પૂછું ,

" તું મારા હ્રિદય ની રાણી છો ને ? "
_________________________________________________________________________________
Wednesday, 11 January 1984

હું વિરહના સેતુ બાંધુ_________________________________________________________________________________
તું પ્રેમની સરિતાનો સામો કિનારો
તો
હું વિરહના સેતુ બાંધુ ;

અને આંખને ઘડુલે ઘડુલે
ઠાલવું
તારી આંખમાં ,
મારી વેદના ના વારિ ;

જ્યાં સુધી તારો પ્રેમ ના છલકાય
ને તારું ઉર ના ઉભરાય,

ઠાલવતો રહું ગમો ના ગગન
વિરહ ના સેતુ બાંધતો રહું .
_________________________________________________________________________________


Tuesday, 10 January 1984

પણ મને ગમે તારી વાત_________________________________________________________________________________
તું સાવ અલ્લડ !

તારી શું વાત કરું ?

સ્વપ્ના માં આવી ને પૂછે ,
" તારી સાથે રાત કરું ? ",

તું અચાનક  !
હું અવાચક  !

પણ મને ગમે તારી વાત
વાતો વાળી રાત
રાતો વાળી વાત ,

સાથ સાથ ,
બાથ બાથ ,

અર્ધી રાતે
મ્હાત મ્હાત !

--------------------------------------------------------------------------------------------------------------------------