Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Friday, 19 July 2013

કમાલ જાળ_________________________________________________________________________________
હે અનંત
ક્યાં છૂપી
ફરેબના વણ્યા જ તંત ;

ભોળવ્યા મનુજ બાળ
શું રચી
કમાલ જાળ  !

_________________________________________________________________________________


તું આવે ક્યારે ?________________________________________________________________________________
આ કોનો મારે
બંધ કિવાડે
સાદ પડે ?

આ છાનું છપનું
ચાર ખૂણે થી
કોણ મને આભાસ કરે ?

આ કોણ કહે ,

"  તું આવ રમવા ,
   તું ગા ,
   મારા મનને ગમવા ",

કહે કોણ
બંસી ના સૂરથી ,
રમી રહી જે
વાતડી , ઊર થી ;

" તું આવે ક્યારે ,
  શ્યામલ મેઘલ ભાવે
  અતૃપ્ત ધરા ને
  આ ,
  ભીંજવવા " .
_________________________________________________________________________________


રમકડાં_________________________________________________________________________________
રમકડાં
જીવન ને મૃત્યુ વચ્ચે ઝુલન્તા ,
રમકડાં ,

કદી હસતા ,  કદી રોતા
અને ગાતા કદી
ગંભીર સૂરે
ઝણ ઝણાવી તંતુ એ તંતુ ને ,
વીણા ના ઉર તણી ;

મનોમન ઘાટ ઘડતાં ,
અને કંડારતા
શ્વેત પાષાણ માં ,
સરેલી સ્વપ્ન ભૂમિ થકી
સુંદરી ને ;

તો કો ' વળી
ખેંચતા લકીરો ભોજપત્રે
મિલાવી રૂદન ઘેરાં રંગમાં
અશ્રુ બિંદુ ;

પરંતુ સૂકાયા અશ્રૂ કો'ના ,
સ્મૃતિ રહી ગઈ સ્વપ્ન ની
જીવન સંધ્યા સમે ઘેરતા તિમિર ને
વીંધતી .

----------------------------

Written  /  27  Nov  1955

________________________________________________________________છતાંય મનમાં તું રમે_________________________________________________________________________________
પાનખર
તું ગમે મને ;

વાયરા તારા બપોરે ,
ભૂખરા આભ થી ઉતરે
ખેલવા પર્ણ થી ;

અને મધુરું એ ગીત
મને બહુ ગમે .

લીલી પીળી પાંદડી નો ગાલીચો જ ખાસ્સો
બારી માંથી નિહાળી ,
ઉઘાડા પગે જ દોડું

-  ત્યાં તો
વૃક્ષ ની છાયા ને નચવતો
વાયરો પેલો ,

ભૂગોળ ની ચોપડી માંથી લાવી ઉપાડી
ચક્રવાત ને ,

ડમરી એવી ચડાવે
કે ગાલીચો મારો છિન્ન ભિન્ન
જે રિપેર ના કદી થઇ શકે ,

છતાંય મનમાં તું રમે
ઓ પાનખર !

---------------------------

Written  /  24  Feb  1956

________________________________________________________________હવે તુજ સાથી_________________________________________________________________________________
હે પ્રિયે
રજની આ આપણાં મધુમિલન  ની
સોહાગ રાતી ,
છે તારલાં સાક્ષી -

જગતના વેરાન માં
હવે તુજ સાથી ;

હે સુકાની ,
સ્વપ્ન આરે ઘડી મેં ,
નાવડી નાની ,

દે હિંચાવી ,

છો ગરજતાં મત્ત સાગર તરંગો
ભેટવા શશિ  ને
પૂર્ણિમા ના

-----------------------------

Written   /  17  March  1956

________________________________________________________________અને બોલજે ના એક શબ્દ_________________________________________________________________________________
હજુ જોરથી
ઓ મદભરી ,
ચૂમી લે એકવાર ;

નયન ઢાળી
મધુ ઝરતા અધર ને ,
મુજ અધર પે
ભીંસી દે
ઓ કિન્નરી
હજુ એકવાર :

છીપે ના જ્યાં લગી
તૃષા મારી ,
રહે જકડી મને
પયોધર દ્વય સમીપ  -
ભૂજંગ શા બાહુની
બથ ભરી :

અને બોલજે ના એક શબ્દ ,
દઈ રહી કોલ સારા
ઘેન માં ડૂબતી આંખડી
કાજલ ભરી :

કહે ના
ધવલ ચંદ્રિકા રહી હવે
ઘડી બેઘડી -

પૂર્વભાલે અદ્રશ્યતી
તારક ટીલડી ,
સમીર માં રણકી રહી
મૃદુ ઘંટડી .

----------------------------------

Written  /  27  April  1956
Lawrence ( Kansas )

_________________________________________________________________________________
સાકી બની જા_________________________________________________________________________________
સખી અય ,

પ્રણયની આ પ્રથમ રાતે
સાકી બની જા ,
ભરી દે પ્યાલી છલકતી
જીવન સુધા થી ;

ઓ સહચરી
યૌવન વસંત ના મદ થકી
બનેલી બાવરી આંખડી
નચાવી જરા
હસી દે ;

અને દે હઠાવી અંગુલી
કંપતા ઓષ્ટ સંપુટ થી ;

ઓ પ્રિયે
રોકીશ ના
તૂટતી કસોને
રહી જે આવરી
ઉર સ્પંદનો ને -
કસમ એની તને  છે !

અપ્સરે ,
કટીમેખા થી ભલે
રણકતી ઘંટડી ,
ત્રિભંગ માં લચેલી
દેહ યષ્ટિ પરે
તુજ , કિન્નરી .

-------------------

Written  /  18  May  1956

________________________________________________________________
Thursday, 18 July 2013

કંઈ નહિ , અનુભવ ઓછો મળ્યો છે ?_________________________________________________________________________________
અહો , મર્ત્ય ને તે
દીધાં શું સોણલા તેં ,
હે ફરેબી ;

ઊજાળા , રૂપાળા ,
-  દૂર થી બતાવ્યા
ડુંગરા શું રળિયામણા ,

કહ્યું ના કે ,
મહી રહ્યો ધખધખી
જ્વાળામુખી ;

કહે ,
" કેમ ,
હસી રહી છે વનરાઈ કેવી ? "

હબ્બેશ
ભઈલા  !
આશા તણા તંતુનું જોર જબરું !

લોહની શ્રુંખલા એ જુત્યું ગાડું જીવનનું ,
મળ્યો જોડીદાર એક ;


અને પૂછશો નહિ
કેવા મળ્યા ઉતારું ,
ચાર , આઠ કે બાર
ક્યારેક બબ્બે બડકમદાર !

ભાગ્યશાળી ,
એતો લક્ષ્મીના અવતાર ,
હશે , નસીબદાર !

ખેંચો વધુ જોરથી ,
આતો નેળ સાંકડી -
શું કહ્યું ?
ઠાઠું ભરાયું ? ક્યાં ?

બીમારી !  લગ્ન !    મૃત્યુ !!
આધી !  વ્યાધી  !  ઉપાધી  !!


કરો ના શોચ મિથ્યા ,
જકાત તો ભરવી રહી ,
શકટ માં સામાન જો ભર્યો કિંમતી !

થાક લાગ્યો ?
ખરું કહું ? મને પણ અનિદ્રા ............

પણ કંઈ નહિ
ચીલા છે ઊંડા ,
નક્કી ,
હજારો  ગયા છે
ચીલે આ દિન થકી ,

અને હવે તો રહ્યું બે'ક  ખેતરવા ....

હાશ ,
આખરે પહોંચાડ્યા ?

હોય ના ? ઉગમણા ?
કોણે કહ્યુંતું  આથમણા ?
કોઈને ખબર નથી ;

હવે ?

હવે શું ! આવતી ખેપે હવે તો ,
કંઈ નહિ ,
અનુભવ ઓછો મળ્યો છે ?

----------------------------------------

Written  /  23  July  1956

Detroit

________________________________________________________________કોઈ મને રોકશો ના_________________________________________________________________________________
મને બોલાવશો ના ,

દિશાકાલ નું ભૂલી ભાન
ભમતો હું ધૂમકેતુ ;

રખડતો
રઝળતો , નહિ કામ ,

બીજું કામ કેવું ,
ચાલ્યા જનારાને વળી નામ કેવું ?

ખંડે ખંડે ઘૂમંત
હું જગ મુસાફિર

કોઈ મને રોકશો ના


------------------------------

Written  /  25  June  1956

Detroit

________________________________________________________________Tuesday, 16 July 2013

ગાણા અધૂરા જે રહ્યા_________________________________________________________________________________
વહેણે ચડી મુજ નાવ છે ,
તેને ડુંબાવીશ માં ,
તરતી મૂકી ગઈ કાલ જેને
તેને ડુંબાવીશ ના ;

મંઝીલ તો બહુ દૂર  છે ,
સાગર કિનારા થી હજુ
કસ્તી ગઈ ના દૂર છે ;

ડોળવા દરિયા ઘણાં ;
પહેલી સફર,
છેલ્લી બનાવીશ ના ;

અમારી આરઝૂ ઓ ને તમન્નાઓ
ભલે નાદાન હો .

ભાસે ભલે નઝરે જહાં ,
શ્રદ્ધા અમારી ઘેલછા ,

પૂરી નથી થયી જે કહાની
તેને ભલા દફનાવીશ ના;

ખેલવા દે જરા અમારી ઉર્મીઓને ,
અને બહેલવા દે અમારી બુલબુલો ને

ગાણા અધૂરા જે રહ્યા
તેને કદી થંભાવીશ ના .

-------------------------------

Written  /  26  Aug  1956

Detroit 

_______________________________________________________________લઇ રંગ ઘેરાં_________________________________________________________________________________
તેજ ને છાયા ,

જીવન ની ભાત તો જોઈ મેં ,
એક બસ તેજ ને છાયા ;

રુદન ને હાસ્ય ના
લઇ રંગ ઘેરાં
ઉઠાવી પીંછી
બારીક ઉર્મીઓ ની ,

હે વિધાતા !

લખ્યા જીવન ગીતો
બેશક અનેરાં ,
પછી એક રાગે
ભલા કેમ ગાયાં  ?

--------------------------

Written  /  03  Sept  1956
Detroit

________________________________________________________________પસંદ ના મને

દિનભર નિહાળી તને
દૂરથી ,

સ્વપ્ન શૈયે લેટતો જયારે ,
ત્યારે પછી
પસંદ ના મને ,

સાતતાળી સમી બાલીશ
રમતો !

--------------------------------

Written   /  28  Sept  1956
Lawrence ( Kansas )

________________________________________________________________


Monday, 15 July 2013

પણ ના વરસે_________________________________________________________________________________
રીમઝીમ વરસે ,
આજ ભરાયું
વર્ષા ના વાદળ નું હૈયું ;

હું પણ ગમગીન ,
મારું જે ભરીયું ,
વિષાદ ના સાગર થી
નાનકડું હૈયું ;

પણ ના વરસે
આંખ પુરુષ ની ,
ભલે રહે જો ખુલ્લી
આધી માઝમ રાત

----------------

Written  /  4 Nov  1956
Lawrence ( Kansas )

_______________________________________________________________કંપિત ઓષ્ટ પર_________________________________________________________________________________
રહું નીરખી તને ,
જિંદગીભર
એમ થાય
પ્રિયે મુગ્ધા :

અર્ધ ખુલ્લાં
નયન દ્વય ની
દ્રષ્ટી સુધા થી
છલકંત જામ
તરસી રહું
એમ થાય :

પ્રિયે મિનાક્ષી ,
હસીન મુદ્રા -
રમી રહી
સંધ્યા તણી લાલિમા
આરક્ત ગાલે ;

એમ થાય
અશ્રુ બની
રહું સીંચી રંગ
એજ કાયે ;

પ્રિયે મદભરી
ઘટા ઝુલ્ફા તણી
ઘેરી રહી
વદન જે , ચન્દ્રમુખી !

તેમાં પરોવી
મુજ અંગુલી
એમ થાય ,
કંપિત ઓષ્ટ પર
ચૂમી લઉં તને કિન્નરી
આંખ  મીંચી
બસ એકવાર ;

પ્રિયે માનુની !

વસંત સમીરે
ઉડી રહેલા ,
આછાં
ઉપવસ્ત્ર નીચે ,
સ્ફટિક શા સુંવાળા
વિકસિત પંકજ
સ્તન સંપુટે ,

એમ થાય
માળા બની
ધવલ મૌક્તિક
રહું ખેલી
ક્ષણ એક .

--------------------

Written  /  2  Jan  1957
Lawrence ( Kansas )

________________________________________________________________

જલ સતલજ ના_________________________________________________________________________________
વહો નિરંતર તમે
જલ અતલ સરિતના ,
નિત નવાં ;

હિમલાયા ના ખડક થી
ખળળતા
અને પ્રપાતે કદી
ભુસકતા ,
કિશોરી સમા ;

કિન્તુ વટાવી
વૃન્દ કુંજો
કિનારા છલકતી યુવાની ના ,

અહો કાલિન્દી મુખે ,
ઉમટતા શું મુગ્ધ ભાવો  !

પરંતુ ઘેરતા ઘન નભે ,
લઇ પિયુ ની કહાની
લહરતી હવા ગગને ;

બંધ તોડી , છલકતાં ,
જલ  સતલજ ના ,

અને તૃપ્તીથી શમી જતાં ,
સમંદર તણા
આશ્લેષ માં .

--------------------------

Written  /  15 Mar 1957
Lawrence ( Kansas )

________________________________________________________________
તો નયન ઢાળી , પ્રિયે_________________________________________________________________________________
પાછલી પરોઢે
પ્રિયા ના બદન પર
ઝુકાવી વદન ,
કહે સ્વર ધીરે , મદન  :

" રતિ ;
 રજનિ
ઘડી બેઘડી રહી હવે ,
ચંદ્ર તેજે વિલસ્વા ;

પછી ઘેરશે અંધાર દિન ના ,
વિલાશે સ્વપ્ન સૃષ્ટિ ;

મન તણા ખંડેર માં
રહેશે ભમંત
તૃપ્તિ ની ઝંખના ;

તો નયન ઢાળી ,
પ્રિયે ,
રમીલે , ઘડી અધઘડી ,
પ્રચંડતી પિપાસા ને રમણ માં ,
વણી લે , ઓ પદમણી ;

કહીશ ના , અય રમા ,
રહી ના હવે રાતડી .

---------------------------

Written  /  21  March  1957
Lawrence ( Kansas )

________________________________________________________________

ગીત ગાવું કેવું વળી_________________________________________________________________________________
કવિતા પણ લખી શકું
પરંતુ ,
પ્રિયા ની મૂર્તિ વિનાની કથા માં ,
વ્યથા ક્યાંથી લાવી શકું ?

સજલ ઘન થી છવાયા
મન ગગન ના ;

કડડતા  બંધને ,
રીઝાવા તરસતી ધરતી વિના ,
ક્યમ તોડી શકું ?

રણકતા નુપુર ના નર્તન વિના ,
વીણાના ઝણણતાં તંતુ ને ,
અટારી આભની માં
ફક્ત ખોઈ જવા ,
કેમ છેડી શકું ?

વરસતા વ્યોમ માં ,
નિહાળી શ્યામળી વાદળી
સરી જતાં ,
વિરહ ના અસ્પષ્ટ સૂરો ;

પરંતુ પ્રતિક્ષા મેઘની
કરનાર ના જો કો સખી
તો
ગીત ગાવું કેવું વળી ?

------------------------------

Written   /   21  April  1957

_________________________________________________________________________________કસમ છે ઈશ્ક ની_________________________________________________________________________________
કવન નું બનાવી કફન
કરી દે દફન , અબ ઉર્મીઓ ને ;

સૂણી લે કવિ ,
ગીતા , રીતા કે વિના અનીતા ,
કરવી શું તારે , લૂખી કવિતા ?

નથી મૂર્તિ
જો ચરણ ધરવા ,
કરીશ ના પુષ્પ ની
હે મનવા ,
ચૂંટવા પરવા ;

અને પણ સ્વપ્ન દેશે ,
પ્રિયા ની હોય ના પ્રતિમા ,
કસમ છે ઈશ્ક ની
બસ કર હવે ,
ચૂમીઓ પાષાણ ને ભરવા .

----------------------

Written  /  6  May  1957

________________________________________________________________ઓ શરબત પીનારાઓ_________________________________________________________________________________
દીવાનાઓ તમે , ગણી લેજો તમારો મને ,
કમી કરી દેજો મને , તમે દોસ્ત શાણાઓ ,

ઉમ્મર યુવાની છે , દાસ્તાન જવાની છે ,
 અમારા પર હજુ ઈશ્ક ની મહેરબાની છે ;

નથી ઝાંખપ અમારા ચશ્મ માં લાગી ,
હજુ દરેક મુગ્ધા માં , પ્રિયા ની મૂર્તિ છે ભાળી ;

નથી શક્તિ જરાથી , અમારી કુંઠિત થઇ સાથી
હામ છે ભરવા સમંદર સાત થી બાથી ;

ભૂલી જાઓ મને , ઓ શરબત પીનારાઓ
સુરા ના જામ થી લાગી , અમારી રહી સહી બાજી ,

ખુશ કિસ્મતી મારી , પડી ના જંજીર સોના ની
ફૂલ ફૂલ થી છે  ભવરા તણી , આદત ભમવા ની .

---------------------------

Written  /  18  May  1957

________________________________________________________________અઘોર લિપ્સા________________________________________________________________________________
અહો આ પ્રચંડતી પિપાસા
વૈશાખ ના ધોમસી ધખતી
અઘોર લિપ્સા ;

અણુએ અણુમાં  હ્રીદયના
લપકતી
ભિષણ જ્વાલા ;

રતિ , ઓ કામની ,
 કહા તક ઠુંન્કરાવશે  ?

મટી જા
ભલી થઇ ,
સખી શયતાન ની ;

કે પછી
ભૂંસી ભભૂત
બનું અવધૂત ,

લગાવી પલાંઠી હિમશીરે
નીરખી રહું
ક્ષણ એક ,
ત્રિલોચન થી
કામને ?

----------------------------

Written  /  26  May  1957

_______________________________________________________________મનમાં બનાયા મહેલમાં
_________________________________________________________________________________
બંદી
મનમાં બનાયા મહેલમાં
હુંજ બંદી .

જાતે ઘડેલી ,
સોહામણા સ્વપ્નો તણી
જંજીરો ,
પગમાં પડી ;

લઇ તંત બારીક
ઊર્મિના ,
વણી જાળ માછીમાર ,
ચાલ્યો હલેસા માર
મઝધાર ,

જકડવા મત્સ્યગંધા ;

સરી ગઈ જળપરી
'ને
જાળ ખુદને જકડી રહી .

---------------------------

Written  /  16  June  1957

________________________________________________________________Sunday, 14 July 2013

આ જીવન નો મરમ_________________________________________________________________________________
છેતર્યો તેં મને , ખરો
વિધાતા !

દઈ જીવન નો જૂઠો સિક્કો
કહે ,

" ખેલ જા , જગત  આંગણે ,
દુખાવ ના માથું ,
અને
ખરીદવા દુનિયા ના સુખ
રૂપિયો આખો આપું "

કેવું અચરજ અપાર  !
તું ઓચિંતો ઉદાર !

પણ તે ,
ખરો ફસાવ્યો મને ,
પહેલા જકડ્યો તને ;

પછી ધકેલ્યો
જગ માં ફરવા ,
સીસા ના તુજ સિક્કા સાટે ,
દુખ ના સોદા કરવાં ,

પણ હવે ભાંગીઓ ભરમ ,
સમજાયો , પણ મોડો ,
આ જીવન નો મરમ !

હે ધુતારા
ખોલ હવે
આ બંધ દુવારા .

-----------------------------

Written  /  27 June 1957
( 24th Birthday )


_________________________________________________________________________________

વિષાદ ના સમંદરે_________________________________________________________________________________
ડૂબીજા
વિષાદ ના સમંદરે
હે મનવા ,

સરી જા
અકેલા  ઉર તણા આવાસના
નીરવ ખંડે ;

અને
બંધ કરીને કિવાડ , ભરી લે
સુરા થી છલકંત પ્યાલી

પછી બિન ઉઠાવ
સુર છેડવા
સિતમ ના ;

જીગર ના ખૂન થી ભીંજી રહેલી
સંધ્યા સમે
સહેલી યાતના ના ,

જવાં ની ચિતા માં
ભભૂકેલા
અનંગના .

-------------------

Written  /  21  July  1957

________________________________________________________________Thursday, 11 July 2013

ઘડો મૂર્તિ_________________________________________________________________________________
ઝીંકો
હજુ જોરથી
ઘણ , ગમ તણા ;

ઘડો
હૈયું આ ગજવેલ નું ,

છાતીની
ફૂંકો ધમણ ,
જ્યાં લગી
તપી થાયે
હૈયું ના રક્તરંગી ;

ઉપાડો પછી
હથોડા
તરસતા ઈશ્કના ,
નિર્દય બની
આઘાત કરવાં ;

હસ્તે થરકતા
ઘડો મૂર્તિ ,

શાપિત
રતિ-હીન એક અનંગની .

----------------------------------------

Written   /   03  Aug  1957

________________________________________________________________
જીગર ની દીવાલે_________________________________________________________________________________
ચિરાડો જે પડી છે
દીવાલો માં
પુરાશે તે કદી ;

ધરી અંગ
નવરંગ ,
હશશે ફરી
હતી જે ભીંત ભંગ ;

પરંતુ
કરાડો જે પડી
જીગર ની દીવાલે
ભરશે
કોણ ?
ક્યારે ?

--------------------------

Written  /  17  Sept  1957

________________________________________________________________હજુ છે અધુરી________________________________________________________________________________
તને ધન્ય છે !
બીજું શું કહું  ?

સનમ ના સહારા વિના
પચીસી પલક માં સરી જશે ,

તે છતાં
દિવાસ્વપ્ન કેવાં ,
ઈશ્ક ના !

સુરાના નશા માં ,
ડૂબેલા શરાબી તણી શૃષ્ટિ જેવા !

હજુ ના થાકતા
કિન્તુ
આભ માં શોધતી પ્રિયા ને નજર મારી ,
ધરા પર ઠેરતી , પરે કો કુમારી ,

ઉઠતા હ્રિદય ગોખે ,
સાંભળું ચિત્કાર ,
હજુ છે અધુરી
સનમ ની શોધ મારી

--------------

Written  /  31  Oct  1957

________________________________________________________________થશે રક્ત રંગી_________________________________________________________________________________
કરીશ ભસ્મ ,


ઊભશે આડા
જે વિઘ્નો બની ,
સજીવ - નિર્જીવ
માર્ગ મારે ;

નદ ના પ્રવાહો
થશે
રક્ત રંગી .

-------------------------

Written   /  6  Nov  1957


________________________________________________________________ખારા જળ ધુધવા_________________________________________________________________________________
હવે બહું થયું ,
કર બસ હવે
ઉપહાસ
રે વિધિ  !

બહુ તપ્યો
ગ્રીષ્મ ના મધ્યાન શો ,
હ્રિદય નભમાં ;

હવે તો ઉરના અમી
લાગ્યા સુકાવા ,

કંપૂ હું ,

રખે રહેશે
.... ઉલેચવા
ખારા જળ ધુધવા ;

રાખ્યો મને વંચિત ,
પ્રિયા ના સ્મિત થી  -

દીધી ઝીંદગી ,
લ્યાનત તને ,
લડવા , ઝગડવા
દૂમ ઘૂંટતા
આહ ભરવા .

-------------------

Written  /  03  Jan  1959

________________________________________________________________

પાછલી રાતે કહું કોને ?_________________________________________________________________________________
આ માર્ચની મધ્યમાં
મધરાત તક ,
આંખ મારી ના મળે ;

કરું કો'થી સખી
ગોઠડી ,
વિરહ ની શામ મારી જયાં ઢળે .

નિહાળી ચાંદની ,
એક એવી અગન લાગી ;

પાછલી રાતે
કહું કોને ?

પ્રિયા તારા આશ્લેષ ની
લગન લાગી .

----------------

Written  /  15  March  1959

________________________________________________________________બંસી_________________________________________________________________________________
બંસી


તું મને પ્રાણ થી પણ પ્યારી છે ,
કારણ તું ના હોત તો
મારા પ્રાણ પણ ના હોત ;

તું નિર્જીવ નથી -
તારા સુર માં મારો આત્મા છે  -
અને તું મારી પ્રિયા  છે ,
 તને હું કદી નહિ છોડું .

તું મારા ગીતો ગાજે
મારી અબોલ વેદના ને
જે ના સમજે
તે તારા વિરહ ને સમજશે  -

તારા દેહથી દૂર રહેનાર
મારા શ્વાસ ને ઓળખશે


----------------------------

Written   /   30  Mar  1959

_______________________________________________________________Wednesday, 10 July 2013

રહ્યાં હવે મૃગજળ દેખવા_________________________________________________________________________________
આ જીવન નો રાહ કેવો ,
અન્ગારના પગથાર પર ,
જળેલા હૈયાનો આ દાહ કેવો ?

સદાકાળ
આ ગ્રીષ્મ સહેવો :

જીવનની મરુભોમ માં ,
હતી જે નિહાળી
હરિયાળી ,
એ ક્યાં ?

ના કહે
રહ્યાં હવે
મૃગજળ દેખવા .

------------------

Written  /  08  April  1959

________________________________________________________________Saturday, 6 July 2013

હે અનંત મંત્ર દે_________________________________________________________________________________
હે અનંત
મંત્ર દે ,

થકી બે જીવન ભિન્ન
યુગ્મ એક અવિચ્છિન્ન
સર્જવાનો .

લહર દીધી
ગરજતી ,
હે વિરાટ ;

લઇ જવા તરીને
ક્ષિતિજ પાર
બનાવ એક ને પતવાર ,
સુકાની દુજને
દ્રષ્ટિ દે
તિમિર - વિદાર .

----------------

Written / 26  April  1959

Printed on Wedding Invitations of

> Bharati / Myself  ( 17 Nov 1959 )
> Anokhee / David ( 29 Jan 2011 )

_______________________________________________________________________________


વસંતના વાયરે_________________________________________________________________________________
આ કોણ આવ્યું ?

વસંતના વાયરે
ઉર તણી કુંજમાં ;

અશ્રુજલ સીંચતા
સુકાતી વનરાઈમાં
નવપ્રાણ
કોણ લાવ્યું
બહારના સમીરે ?

આ ચડાવી
જલ છલકતી હેલ અનિલે ,
હિમલયા ને પ્યાર કરવા ,
વર્ષા તણી વાદળી માં
કોણ છુપાયું ?

---------------------------

Written  /  26  May  1959

________________________________________________________________


ચાંદ તારા________________________________________________________________________________
હું ન માંગું
આભના ચાંદ તારા ;

સહું શૃષ્ટિ ના કલેશ સારા ,

મળે જો હસંત મુદ્રા
પ્રિયા તારી ,
વિરામવા ક્ષણ
દ્રષ્ટિ મારી .

--------------------------

Written  /  21  June  1959

________________________________________________________________સ્વ્પ્નદેશે_________________________________________________________________________________
હે દેવદત્તા
દરશ દેજે ,

મને સ્વ્પ્નદેશે ,
ઓષ્ટ ચૂમી
કહેજે ,

" પિયા ,
હું ચહુ
રસબંધ દે "


--------------------

Written  /  04, July  1959 

________________________________________________________________હરિત રંગી કંચુકી_________________________________________________________________________________
હરિત રંગી કંચુકી ને
આ ધરાની ,
ચૂમવા
ઝૂકતો જ્યમ મેહુલો ;

હું ચહુ
મુજ પ્રિયાની
ચૂમવા
કંચુકી ?

ના ,
આવરી એ રહી
જે ધરા .

----------------------

Written  /  24, July  1959

________________________________________________________________તું મૃગાક્ષી_________________________________________________________________________________
મનોરમ્ય છો
તું મૃગાક્ષી ;

અને મારા મનમાં વસી છો
આજ થી કાલની
સીમા સુધી ;

હતી રાહ તારી
અશ્રુઓ થકી સજી ;

હતી એ વાટ તારી
આહથી ભરી ;

લાગતું હતું ,
થશે જ  પૂરી ,
શું ભવાટવી ?

શું ઉષા વિનાની
મારી ,
રાત રહેશે જિંદગાની ?

--------------------

Written  /  08  Sept 1959

________________________________________________________________ફક્ત શું ભણકાર વાગે ?

અશાંત આજે
અધીરું , અધુરું
મન કલાન્ત આજે ;

 સન્ધ્યા સમે
આ હ્રિદય નભમાં ,
વિષાદ ના
શત મેઘ ગાજે ;

વિરહની શામળી
રાત ઢળતા
પ્રિયા નુપુર ઝંકાર ના ,
જીવન વાટે ,
ફક્ત શું
ભણકાર વાગે ?

રડે સ્વપ્ન ઘાટે
મન બાવરું ,

પ્રિયા ની રાહમાં
શું થયું એ
શ્રાંત આજે  ?

--------------------

Written  /  21  Sept  1959

________________________________________________________________


તને હું ગમું શેં , હે વિધિ ?_________________________________________________________________________________
તને હું જડ્ડું
ફરી ફરી
શેં , હે વિધિ ?

ઉપહાસ કરવા
તુજ અટ્ટહાસ સહવા ;

હૂંજ મુંગો
મગતરો ,
તને હું ગમું
શેં , હે વિધિ ?

ફરી ફરી
ધુત્કાર કરવા ,
રુઝાતા જખમ માં
આગ ભરવા ;

તને ના મળે
હે વિધિ ,
અન્ય કો  વિશ્વ ભરમાં ,
મુષક - મિન્ની  ખેલ રચવા,

જે જડ્ડું
દીન હું
ફરી ફરી ?.

------------------

Written  /  11  Feb,  1960

________________________________________________________________
તું મને ગમે_________________________________________________________________________________
કહે આ શામને
પ્રિયા ,

" ઘડીક તો વિરામ ",

એ મને ગમે ,
અધિક એક તું  :

પણ જો કહે પ્રિયા તને ,
સખી શામની
શ્યામળી , ગમે ;

હું ચહું નિશા ,
શામ છો ને આથમે ;

તું મને ગમે
સુરા ,
સવાર , સાંજ , રાતરે .

--------------------

Written  /  12, Feb  1962

________________________________________________________________અરે ઓહ ગગન_________________________________________________________________________________
ઓહ ગગન

ધરા ના નિશ્વાસ થી સઘન
આંસુ સારતું
અકેલું
જ્યમ મારું મન :

બેચૈન દિલ
બેસનમ  ;

રહી રહી ઝૂકે અતિત અંકે
ખોળવા
છુપેલા પ્રિય
બે નયન :

અરે ઓહ ગગન
ખોલ બન્ધ વિસ્મૃતિ ના ,

રોક ના મેઘને ,
પ્રિયાની છલકતી યુવાના  ;

ડુબાવ મારું મન
વિષાદ  ના
ગહેરા ગગન

-------------------------

Written  /  29  July  1962

________________________________________________________________હવે દ્રષ્ટિ થી દૂર થા_________________________________________________________________________________
બે હાથમાં છુપાવી વદન
કહે મદન,

" હવે દ્રષ્ટિ થી દૂર થા ,
સહ્ય ની પણ છે સિમા ;

પ્રિયા ,

મારી સ્મૃતિ માં
ઓહ મૃતન્જાયા ,

માનજે
પ્રેમ નહોતો ;

હતો જે પુરુષ ,
મૃત્યુ ના પાલવે

છુપાવી
મુખ સૂતો

----------------------------

05, March  1963
________________________________________________________________