_________________________________________________________________________________
મારો અવાજ રૂંધાય છે
મારી કલ્પનાઓ મને પૂકારે છે
એ અગમ્ય સ્વર નો પ્રતિકાર કરવા ની મારામાં શક્તિ નથી
અને આ વાસ્તવિકતા ,
એ મને મૃત્યુ પછી પણ નહિ છોડે !
શાને માટે જીવવું એ સમજાતું નથી
" આજ " ને હું ગુમાવી ચૂક્યો છું
" આવતી કાલ " મારી હશે એમ હું કેમ કહી શકું ?
જીવન નું ધ્યેય શું છે ?
કોણ જાણે ?
પ્રવૃત્તિ નો અર્થ શું છે ?
અંત શું છે ?
મૃત્યુ ને ભેટવા નો ?
ના , ના ,
એ કેમ બને ?
આ મહા - પ્રવાહ કઈ તરફ ધસે છે , એ મને ખબર નથી !
કોઈને ખબર નથી !
એ ક્યાંથી આવે છે એ પણ કોને ખબર છે ?
એને જ પૂછી જોઈએ .....
" અરે , તું કોણ છો ? "
.... હું કાળ છું
અનંત અને અનાદિ
હું પ્રકૃતિ નો પ્રાણ છું
હું શાશ્વત ચેતન છું
હું મહા સંગીત છું -
ઘૂઘવતા પૂર માં ,
પંખી ના સૂર માં
માનવ કલશોર માં પણ
હું વિલસું છું
શક્તિ નો
હું ધ્યોતક છું ;
પ્રકાશ ને પ્રપાત માં ,
અનિલ માં ને અનલ માં ,
જલ માં અને સ્થલ માં ;
હું સર્વ ની આખરી ગતિ છું ;
હું જ જીવન
અને મૃત્યુ છું
પ્રવૃત્તિ ની હું ગતિ છું
અને
નિવૃત્તિ ની સ્તિથી છું
------------------------------------
14 Feb 1952
My voice is hoarse
My
imagination cries out to me
I have
no strength to resist that incomprehensible voice
And this
reality,
It will
not leave me even after death!
Why to
live is not understood
I have
lost "today".
Why can
I say that "tomorrow" will be mine?
What is
the goal of life?
who
knows ?
What
does activity mean?
What is
the end?
To
embrace death?
no no
Why does
that happen?
I do not
know which direction this great current is flowing!
No one
knows!
Who
knows where it comes from?
He
should be asked...
"Hey,
who are you?"
.... I
am Kaal
Infinite and eternal
I am Prana of nature
I am Eternal Consciousness
I am Maha Sangeet -
In the raging flood,
In the song of a bird
Even in human kalashore
I am lazy
Power no
I am the light;
Into the light,
In Anil and Anil,
In water and in space;
I am the last motion of all;
I am the life
And I am death
I am the speed of activity
And
I am retired.
------------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 18/03/2024
-----------------------------------------------------------------------------------------------------------------------