_________________________________________________________________________________
જીવન સંગીત ની સમાન સૂરાવલી બની રહેવાનો ,
શું સૌ ને અધિકાર નથી ?
એ અધિકાર ને કચડી નાખનારાઓ માટે ,
કયામત નાં દિન
હવે દૂર નથી ;
અસંતોષ નો ઝંઝા
એમને
હમેશ ને માટે
જગત ની આંખો થી
દૂર કરશે !
જીવન ના ઉષ - કાળ થી જ
માનવી નાં હૈયા માં ,
જન્મેલી એ ભાવના ને ,
કોઈ પણ ઐહીક બળો
કુંઠિત કરી શકશે નહિ ;
ચિનગારી ચંપાઈ ગઈ છે
હવે તો
સમય નો સવાલ છે !
--------------------------------------
14 Dec 1949
------------------
Far more true today in 2013 than in 1949 !
No comments:
Post a Comment