શું કામ બોલી ,
" કાલે મળીશ " ?
સવાર થી ઉઠી સાંજ ,
બતાવતો ખરી ,
કરું કેમ પૂરી આજ ?
ઢળે રોજ સાંજ ત્યારે વિચારું ,
ચાલો
આલતું ફાલતુ વાતો કરી
દિવસ પૂરો કર્યો !
ઉઠતા સવારે પડે રોજ આજ ,
મારુ એકજ કાજ
રાહ ના હર પથ્થર પર
ઘૂંટી ઘૂંટી લખું નામ તારું ;
ગણતા ગણતા , એક એક કરતા
પથ્થરો નો બન્યો પહાડ ,
પણ
મારી કાલ , કદી ના આવી !
આંખ ખુલતાંજ સવારે હર રોજ ,
કાલ નહિ , પણ આજ આવી ;
તારા વાયદા માં વિશ્વાશ છે ,
ડગમગતો રહ્યો છું ખુદ ની વફા માં !
કાલે કેમ કરી મળીશ તને ?
=======================
Posted : 03 Sept 2021
Translated : 03 May 2021
Hindi : 10 Mar 2017
No comments:
Post a Comment