Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Tuesday 24 September 2019

વાસવદત્તા

Original English "  VASAVDATTA "  dt     10  Aug  1970

http://poemseng.blogspot.com/2013/08/vasavdatta.html  


==================================

Hindi transliteration dt  22   July  2019  

http://poemshn.blogspot.com/2019/07/vasavdatta.html  


=========================================

Now  further transliterated from Hindi  to following Gujarati


====================================================================

વાસવદત્તા 

------------

જયારે 

નગરી વૈશાલી ના આભ માં 
વાદળો ગરજ્યા ને વિજળી ચમકી ,
ઝરમર કરતી વર્ષા વરસી ,
ત્યારે 

વાસવદત્તા ના મનપટલ પર 
એક ઉઠી આંધી  ;

ગામ ને ગોંદરે 
ક્ષિપ્રા નદી પર પુલ ઝૂમ્યો 
'ને 
અરમાનો ની આંધી માં 
વાસવદત્તા ના ઉર ઝૂમ્યા  ;

પુલ ની પેલી પાર  ઉભો 
પ્રીતમ ,
વાંસળી ના સૂરો થી 
મધરાત ના અંધાર  ને  ચીરતો 
વાસવદત્તા નો પ્રીતમ ;

ચાલ જલ્દી , વાસવદત્તા ,
છોડ આંગણ , વાસવદત્તા ,
પગ ઉપાડ , વાસવદત્તા,

પ્રીતમ ને 
રાહ ના જોવડાવ , વાસવદત્તા  ;

જો આંખ ને બદલે 
લાગ્યું ગાલ પર કાજલ 
'ને 
છૂટા કેશ કાળા ને 
લીધા વાયરે ચૂમી ,

તો ચૂમવા દે ,  વાસવદત્તા  ;

પાણી ભરેલા માર્ગ માં 
ભીનો થશે પાલવ તારો ,

તો થવા દે , વાસવદત્તા ,

કંચુકી તારી ચૂમવા 
થયો જો મેઘ પાગલ ,

તો થવા દે ,

પ્રીતમ ને વધુ ઇન્તઝાર
ના કરાવ , વાસવદત્તા  !


પહોંચી ક્ષિપ્રા તીરે 
બોલી વાસવદત્તા  :

"  બંધ કર બાંસુરી , પ્રીતમ ,
   સજાવ ના સૂરો ને , પ્રીતમ ,
   વિરહ ની આગ માં 
   વધારે જલાવ માં , પ્રીતમ ;

   મારા પગ પર  કોણ અથડાયું  ?
   કોણ રોકે મારી રાહને  ?   "

નજર નીચે કરી 
તો વિજ ના ચમકાર માં 
જોયો એક હસીન ચહેરો ,

અને બોલી :

" કોણ છો તમે ?
   આવી અંધારી રાત માં ,
  ગરજતાં તોફાન માં ,
  જમીન પર  સૂતાં છો 
  તમે કોણ  ?  "

ત્યારે બોલ્યો અજનબી :

"  નામ થી ઉપગુપ્ત ,
    'ને કર્મ થી સાધુ ,
    ધરતી મારી શૈયા 
    'ને આભ ની ઓઢી ચાદર  "

સાંભળી , વદી વાસવદત્તા  :

"  મને માફ કર , ઓ સાધુ ,
   તારા બદન ને 
   પગ થી અડયા નો અપરાધ ,
   માફ કર , સાધુ ;

   પધારો આજની રાત 
   મહેમાન થઇ ને ઘેર મારે ,
   તો 
   કરું પાપ નું પ્રાયશ્ચિત, સાધુ  "

હસી બોલ્યો ઉપગુપ્ત  :

"  નસીબ માં લખી નથી 
    આજ ની રાત ,
    નથી તારા મારા મિલન ની 
    આજ ની રાત ;

     વચન આપ્યું તેં , જે પ્રીતમ ને ,
     આજ તો બસ , તેની અને તારી જ રાત ;

     પણ એક ન એક દિન 
     જરૂર આવીશ ,
     મળવા તને આપું છું વચન 
     તે અચૂક પાળીશ ;

     લખી છે જેમ  નસીબ માં મારા 
     રાત આજ ની,
     ધરતી ની ગોદ માં જ ,સુતા વિતાવીશ   "


પછી 
કાળ ની અવિરત ધારા થી નીકળી 
હર  એક પળ ,
અતીત માં જઇ સમાઇ  !



વર્ષો વિત્યા ,

આવ્યા એજ ઝડપે
દિવસ પછી રાત ,
ઉષા પછી સંધ્યા , 
સમય ના વહેણ માં તણાયા ;


એમ કરતા આવી 
એક પૂનમ ની રાત ;

ક્ષિપ્રા નદી ના જળ પર 
હલકી સી હવા લાવી ;

ત્યારે 
ક્ષિપ્રા ના પુલ થી ઉતરી 
ફરી એકવાર ઉપગુપ્ત આવ્યો ,
વૈશાલી ને એજ માર્ગે ;


'ને સાંભળ્યો 
કણસતા અવાજે , એક આર્તનાદ  ;

વાંકા વળી ને જોયું 
તો દીઠી  ,

જમીન પર પડેલી ,
વાસવદત્તા ,

અસાધ્ય કુષ્ટ રોગ થી પિડાતી 
વાસવદત્તા ,

ધીમે સાદે  મોત ને પૂકારતી 
વાસવદત્તા ;

નમી નીચે ,
ઉપગુપ્ત કાન માં બોલ્યો  :

"  વાસવદત્તા ,

   જો , 
   હું આવી ગયો છું ,
   આપ્યું 'તું તને જે વચન 
   તે પાળવા ,
   આવી ગયો છું  "

સાંભળી , ગણગણી , ગણિકા :

" અડીશ માં મને 
  ઉપગુપ્ત ,

   કુષ્ટ રોગી , અછૂત ને 
   અડીશ ના , સાધુ  ;

   ઘડો મારા પાપો નો 
   છલકાયો છે ,

   મારા દેહ ના લાલચુ 
   વૈશાલી ના વિલાસીઓ એ 
   મને ફેંકી દીધી છે ,

   જેને આવકારતા 
   મેં દેહ વેચ્યો ,
   તે નગુણાઓ એ 
   મને તજી દીધી છે ;

   અડીશ માં તું મને  !

    હાથ ઝાલી મુજ ગણિકા નો, 
    તારા જીવન ભર ના પુણ્ય નો ,
    પવિત્ર તારા જીવન નો ,
    ક્ષય કરીશ માં  ;

    
    આ ઘડી મારી અંતકાળ ની ,
    ન એ , તારા મારા મિલન ની  "


સાંભળી ઉવાચ 
ઉપગુપ્ત :


"  ઘડી તો મારી પણ આવી છે ,
   તને આપેલ 
   વચન પાળવાની, રાત લાવી છે ;

   મારા તારા , અંતિમ મિલન ની 
   સુહાગ રાત આવી છે ;

   વાસવદત્તા ,

   ઉંચે જો ,

   પરોવી આંખ માં મારી, આંખ તારી ,
   ઉંચે જો  :

   ચાંદની 
   આપણા મિલન ની વાત લાવી છે ;

   સાંભળ ,

   ગગન ના ગુંબજે અથડાતા 
   મારી બાંસુરી ના સૂરો ,
   
   અને એક ગીત ગા ,
   
   માઝમ રાત ને મધુર કરતું ,    તારા મારા આખરી મિલન નું 
   સંગીત ગા ;

   નથી આ તારી 
   વિદાય વેળા 
   

   કહેતી નહિ, અલવિદા  !


===============================

24  Sept  2019

===================================================================

Vasavadatta

 

When

 

In the aura of Nagri Vaishali

The clouds thundered and lightning flashed,

Drizzling rains,

then

 

On the Manapatal of Vasavadatta

A storm arose;

 

Gondre village

The bridge spanned the river Kshipra

'Ne

In the whirlwind of Armani

Ur Jhumya of Vasavadatta ;

 

Stand across the bridge

Pritam,

From the melody of the flute

Cut through the darkness of midnight

Pritam of Vasavadatta;

 

Go quickly, Vasavadatta,

Plant courtyard, Vasavadatta,

Leg lifting, Vasavadatta,

 

To Pritam

Don't wait, Vasavadatta;

 

If the eye is replaced

Kajal felt on the cheeks

'Ne

Loose cash is black

Kissed by wire,

 

So kiss me, Vasavadatta;

 

In a waterlogged passage

Your palm will be wet.

 

So let it be, Vasavadatta,

 

Kanchuki kiss you

If the cloud is mad,

 

so let it be

 

More waiting for Pritam

Don't do it, Vasavadatta!

 

Reached Kshipra Tere

Vasavadatta said:

 

"Stop the flute, Pritam,

   To the tunes of Sajav, Pritam,

   In the fire of hatred

   In excess, Pritam;

 

   Who hit my feet?

   Who can stop me? "

 

Look down

So in a flash of lightning

saw a smiling face,

 

And said:

 

"Who are you?

   In such a dark night,

  in a roaring storm,

  sleeping on the ground

  Who are you  ? "

 

Then the stranger spoke:

 

" Upagupta by name,

    A monk from karma,

    Earth is my bed

    "Ne Odhi Chadar"

 

Hear, Vadi Vasavadatta:

 

"Forgive me, O monk,

   your body

   The crime of stalking,

   Forgive me, monk;

 

   Come tonight

   Come home as a guest,

   So

   Let me atone for my sins, monk.”

 

Upagupta smiled and said:

 

"Not written in luck

    tonight,

    Not your union with me

    Tonight;

 

     You promised, to Pritam,

     Today is just, his and your night;

 

     But one day

     I will need

     I promise to meet you

     I will obey it;

 

     As written in my fortune

     tonight

     I will spend my time sleeping in the lap of the earth."

 

then

Out of the endless flow of time

every moment,

Go into the past!

 

 

 

years passed,

 

Came at the same speed

day after night,

Usha then evening,

Stretched in the flow of time;

 

 

Came doing that

A poonam's night;

 

On the waters of Kshipra river

Brought light air;

 

then

Descended from the bridge of Kshipra

Once again Upagupta came,

By the same route to Vaishali;

 

 

Heard

with a groaning voice, a lamentation;

 

He bent over and looked

So per

 

lying on the ground,

Vasavadatta,

 

Suffering from incurable leprosy

Vasavadatta,

 

Slowly dying

Vasavadatta;

 

bow down,

Upagupta spoke into the ear:

 

" Vasavadatta,

 

   if ,

   i have come

   Promised to you

   to obey it,

   have come"

 

Listen, murmur, courtesan:

 

"Indifference to me

  Upagupta,

 

   Leprosy patients, untouchables

   Adish no, monk;

 

   Forgive my sins

   flooded,

 

   Covetous of my flesh

   The luxuries of Vaishali a

   threw me away,

 

   who welcomed

   I sold the body,

   Those samples are a

   have forsaken me;

 

   You are indifferent to me!

 

    The hand of a courtesan

    Fill your life with virtue,

    of holy thy life,

    I will decay;

 

   

    This is the hour of my end,

    No, you want me to meet you."

 

Hear the cry

Upagupta:

 

 

"The time has come for me too,

   given to you

   To keep the promise, the night has brought ;

 

   My stars, of final union

   The good night has come;

 

   Vasavadatta,

 

   If high,

 

   Parovi in ​​my eye, your eye,

   If high:

 

   Moonlight

   brought about our meeting;

 

   listen,

 

   Hitting the dome of heaven

   The tunes of my flute,

  

   And sing a song,

  

   Mazam sweetens the night, of your last meeting with me

   sing music;

 

   This is not yours

   Farewell time

  

 

   Do not say goodbye!


--------------------------------------------------------------------------------------------------------------

  Translated in Google Translate - 06/03/2024
------------------------------------------------------------

    




   

    





     









No comments:

Post a Comment