_________________________________________________________________________________
તારા આંચલ ના પતવાર ની આશ માં ,
મારી કશ્તિ ના સઢ મેં ફાડી નાખ્યા ;
પણ ,
નિરાશા ની નૌકા ને
કિનારો મઝધાર છે !
રાધિકા ,
ભૂલી ગઈ ?
હું કૃષ્ણ છું ,
તારા વિના
હું અપૂર્ણ છું :
ઘણા વર્ષો પહેલા
સગાઓ ને મારતા પહેલા ,
કૌન્તેય પણ
કર્મ થી ડર્યો હતો
મન હી મન થરથર્યો હતો --
મારે ગીતા ગાવી પડી
કર્મ ની ગતિ
સમજાવી પડી ;
જેણે જેણે
મને પ્રેમ કર્યો છે ,
મારી પ્રીત ની પાવક જ્વાળા માં જળી ,
તેના પાપ પુણ્ય નો
મેં ક્ષય કર્યો છે :
હું કૃષ્ણ છું , હું કૃષ્ણ છું ;
હજારો વર્ષ થી
જનમો જનમ
મળી શું તું નથી ?
રાધિકે ,તારા કૃષ્ણ ને ?
સીતા બની રામને ?
સાવિત્રી સત્યવાન ને ?
પછી આજે ,
બંધનો કર્મ ના તોડી
જા દોડી ;
છેડી છે આજે
તારે કાજે
શ્યામે તારા
જમુના તીરે
બંસરી .
----------------------------------------------------------
22 Nov 1979
=====================================================================
I am Krishna, I am Krishna
In the hope of the oars of your aanchal ,
I have torn the sails of my kashti ;
but , the boat of despair , the shore is strong !
Radhika , have you forgotten ?
I am Krishna , without you I am incomplete :
many years ago , before killing my relatives ,
Kunteya was also afraid of karma .
My mind was shaken .
I had to sing the Gita and explain the course of karma .
I am Krishna , I am Krishna;
I have been born for thousands of years .
Radhika , your Krishna ?
Sita became Rama ?
Is Savitri Satyavan ?
Then today , don ' t break the karma of the bandha ,
run ; the end is today ,
tare kaje shyame ,
tare jamuna teer bansari
Translated in Bhashini - 16/02/2023
==============================================================
_________________________________________________________________________________
No comments:
Post a Comment