Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Wednesday, 20 May 1987

ક્યાં સુધી સતાવ ?



_________________________________________________________________________________
હવે વધારે નીચે તો આવ
વર્ષા ની વાદળી ,

મારા ડુંગર ની ધાર ને
ખાલી ચૂમી થી
ક્યાં સુધી સતાવ  ?

_________________________________________________________________________________



Friday, 8 May 1987

એકવાર તો તરસી જા !



_________________________________________________________________________________

પ્રિયે ,

તને તાજ પ્યારો ,
મને તું  -  મુમતાઝ  !

મને આરસ ની નહિ ,
આતુરતા થી કંપતા
ઉષ્મા ભર્યા ઓષ્ટ થી ઉભરતા

લાવારસ ની આશ ;

આજ આભ થી ઉતરી વાદળીએ
તાજ ને ચૂમી લીધો ,

વરસી ને
બાથ માં સ્પર્શી લીધો  ;

મારી વ્યોમા ,

તારા મન ના સ્વામિ પર
એકવાર - આખરીવાર
વરસી જા  ;

મારા મન નાં ખંડેર પર
એકવાર તો તરસી જા !

મારા તનબદન ની
મરુભોમ પર
એકવાર તો
લસરી જા  !

_________________________________________________________________________________



એક એવી મુમતાઝ



______________________________________________________
જહાં ના શાહ ,
તે મરેલી નો મકબરો ચણ્યો
ત્યારે વિચાર્યું પણ હતું
કે

કરોડો આવશે આંગણે તારે
'ને
રંગ - બિરંગી છવિઓ ખેંચાવશે  ;

નાખી છૂપી નજર આસપાસ
મન હી મન માં કહેશે ,

કાશ  !

મારી પણ હો 'ત
એક એવી મુમતાઝ ,

સ્વપ્ના માં જેને છૂપાવી
જિંદગીભર

સાંભળ્યા કરું રાતભર
ફક્ત એનો આવાઝ .

----------------------------------------------------------------

08  May  1987
---------------------------------------------------------------


Sequel  / 14 March , 2015


જીવતાં જોઈ ના 
તેટલી વાર,
મરેલી ની મઝાર જોઈ ,
પછી જયારે 
મુમતાઝ ની પાસે જઈ 
જહાં નો શાહ સૂતો ,
ત્યારે 
મુમતાઝ બોલી ,

"  માલિક ,
    મારી આંખે અંધારા ,
    મારે મઝાર શું ? મહેલ શું ?
    તાજ નો સાજ શું  ?
    પ્રેમી ઓ ની 
    નિત નવી વણઝાર શું ?
______________________________________________________





Friday, 1 May 1987

સપનો ના હંસો



______________________________________________________
વાદળા વરસ્યાં નહિ
મારા મન નાં
સરોવર સૂકાયા  ;

સપનો ના હંસો
એક એક કરીને ઉડી ગયા  :

પથ્થરો માં કુંપળો કેમ કરી
પાંગરશે  ?

જ્યોતિહીન આંખો માં આંસૂ
કેમ કરી આવશે  ?

તારી વાચા ની વેલ માં થી
શું શબ્દો ના ફૂલ પણ
વિખરાઈ ગયા  ?

મને આભ માં ઉડી જવાની
આશ નથી ,

તું સ્વપ્ના માં પણ આવતી રહે તો
હજુ હું નિરાશ નથી ,

પણ સ્વપ્નો માટે
પ્રિયે ,
હવે બહુ રાત નથી  !

-------------------------------------------------------------------------------

01  May   1987

______________________________________________________